News of Saturday, 3rd May 2025
મોરબી મહાપાલિકાએ ત્રણ વિકાસ કામના ટેન્ડર પ્રસિદ્ધ કર્યા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩:મોરબી મહાપાલિકાની સિવિલ અને સિટી બ્યુટીફીકેશન શાખાએ ત્રણ મહત્વપૂર્ણ વિકાસકામોના ટેન્ડર પ્રસિદ્ધ કરી દીધા છે. આ ત્રણેય કામોમાં એજન્સીની નિમણુંક થયા બાદ કામ શરૂ થઈ જશે. જ્યારે અન્ય એક કામમાં એજન્સીની નિમણુંક થઈ ગઈ હોવાથી હવે કામ શરૂ કરવામાં આવશે.
મોરબીમાં યદુનંદન પાર્ક-શ્રી કુંજ સોસાયટી-૨ાજનગરથી ભગવતી હોલ(નાની કેનાલ રોડ) સી.સી.રોડ(મોડલ રોડ) બનાવવા માટે ઓનલાઈન ટેન્ડર તા.૦૧/૦પ/૨૦૨૫થી કરવામાં આવેલ છે એજન્સીની નિમણુક થયેથી ટુંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે. આ સાથે મહાનગરપાલિકા હદ વિસ્તારમાં જિલ્લા કક્ષાનું મોડલ ફાયર સ્ટેશન બનાવવા માટે પણ ઓનલાઈન ટેન્ડર તા.૦૧/૦૫/૨૦૨૫થી કરવામાં આવેલ છે. એજન્સીની નિમણુક થયેથી ટુંક સમયમાં તેની પણ કામગીરી શરૂ કરવામાં આવશે.
વધુમાં ૧૫માં નાણાપંચની ગ્રાન્ટ અન્વયે મહેન્દ્રડ્રાઈવ રોડનું બ્યુટીફીકેશન કરવા માટે ઓનલાઈન ટેન્ડર તા.૦૧/૦પ/૨૦૨૫થી ક૨વામાં આવેલ છે એજન્સીની નિમણુક થયેથી ટુંક સમયમાં કામગીરી શરૂ ક૨વામાં આવશે. જ્યારે મહાનગરપાલિકા હદ વિસ્તારમાં વાર્ષિક ભાવથી સી.સી.રોડ તથા ડામર રોડના રીસફેસીંગ ક૨વા પાત્ર કામો માટે ઓનલાઈન ટેન્ડર કરી એજન્સી નિમણુક કરેલ છે જેથી ટુંક સમયમાં રોડ રીસર્વેસીંગ અંગેની કામગીરી શરૂ ક૨વામાં આવશે. તેમ નાયબ કમિશનરની યાદીમાં જણાવાયું છે.
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
