<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

માધવપુર (ઘેડ)માં મેગા ડીમોલેશનઃ ગેરકાયદે ૪૭ દુકાનો ઉપર બુલડોઝર ફર્યુઃ ૧૭.૬૦ લાખની જમીન ખુલી થઇ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા. ૩: માધવપુર (ઘેડ)માં તંત્ર દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્‍યું હતું.

આ મેગા ડીમોલેશનમાં ઝાંપા વિસ્‍તારમાં ગેરકાયદે ૪૭ દુકાનો ઉપર બુલડોઝર ફેરવીને આ દુકાનો તોડી નાખવામાં આવી હતી. જેના ડીમોલેશનમાં તંત્રએ ૧૭.૬૦ લાખની જમીન ખુલી કરી હતી. તલાટી કમ મંત્રી તાલુકા વિકાસ અધિકારી પોલીસ તથા ફાયર બ્રીગેડ અને મેડીકલ સ્‍ટાફની ટીમ મેગા ડીમોલેશન વખતે હાજર રહી હતી. મેગા ડીમોલેશન વખતે કેટલીક સાંકડી જગ્‍યાએ બુલડોઝરને બદલે મજુરો દ્વારા તોડફોડ કરીને ગેરકાયદે દબાણ દુર કરવામાં આવ્‍યું હતું.

(12:59 PM IST)