<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

પત્રકાર અને કથાકાર નિડર હોવા જોઇએ : પૂ. રમેશભાઇ શુકલ

શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં કુહાડા પરિવાર આયોજીત શ્રીરામકથાનો વિરામ

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા. ૩: શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યમાં કુહાડા પરિવાર દ્વારા પાલીતાણાના શ્રી કાલેભૈરવપીઠના પૂ. રમેશભાઇ શુકલના વ્‍યાસાસને આયોજીત શ્રી રામકથાએ કાલે વિરામ લીધો છે.

પત્રકાર અને કથાકા નિડર હોવા જોઇએ તેમ પૂ. રમેશભાઇ શુકલે જણાવ્‍યું હતું.

પૂ. રમેશભાઇ શુકલે વધુમાં જણાવ્‍યું કે કંઇક શેષ રાખશો તો જીવન ધન્‍ય બનશે હોસ્‍પીટલમાં એક પલંગવાળો બીજા પલંગવાળા સાથે જે વ્‍યવહાર કરે છે. કારણ કે બધા દુઃખી હોય  જયારે સાજા થઇ જાય પછી વેરાવળ-સોમનાથની બજારમાં એ શબ્‍દો બોલાય તો આ દેશમાં રામરાજય આવે-પત્રકાર અને કથાકાર નિડર હોવા જોઇએ કથાકાર ખોટા વખાણ ન કરે અને પત્રકાર પણ કોઇથી ડરે નહીં તો સમાજને  ઘણું સાચુ મળે.

પૂ.રમેશભાઈ શુકલે વધુમાં જણાવ્‍યું કે, કથાની પૂર્ણાહૂતિ ન હોય કથાનો વિરામ હોય, ભકિતની પૂર્ણાહૂર્તિ ન હોય સત્‍કર્મ ચાલુ રહેવું જોઈએ. મારી ૬૭૭મી રામકથા આજે વિરામ લઈ રહી છે.

તમો બધાય મારા માટે સોમનાથને પ્રાર્થના કરો કે અમારા જીવનના છેલ્લા શ્‍વાસ સુધી અમારા મુખમાં રામાયણની ચૌપાઈઓ ગુંજતી રહે. ગામડે ગામડે ઘરે ઘરે અમે સનાતન ધર્મનો પ્રચાર કરતારહીએ.

સોમનાથ ટ્રસ્‍ટ, પત્રકાર મંડળ, મીડીયા તમામને મારી શુભેચ્‍છા આપું છું. રહી જીંદગી તો ફીર મિલેંગે... રહયા ચમન તો બાગમે ફૂલ ખિલતે રહેંગે. મહેફિલમાં ઓટ મારી વરતાય તોય ઘણું છે. એક-બે કામ સારા થાય તો ઈજ્જતનું કફન ઓઢીને મરાય તોય ઘણું છે.

(12:36 PM IST)