News of Saturday, 3rd May 2025
ધારીમાં પાકિસ્તાન - અફઘાનિસ્તાન સાથે કનેકશન મુદ્દે અમદાવાદમાં તપાસ કરાશે

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૩: હાલ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિમાં ધારીનાં હીમખીપડીપરામાં આવેલ મદ્રેસાનાં મૌલવી મહમ્મદ ફઝલઅબ્દુલઅજીજ શેખ ઉ.વ.૨૭ જે અમદાવાદનાં જુહાપુરામાં રહેતો હોવાનું અને તેનું પાકિસ્તાન તથા અફઘાનિસ્તાન સાથે કનેક્શન હોવાની શંકા આધારે એસઓજીએ મોબાઇલ ફોન કબ્જે કરી વિશેષ તપાસ હાથ ધરી છે. આ અંગે ધારી પોલીસ મથકમાં પણ જાણવા જોગ દાખલ થતા એસઓજીનાં પીઆઇશ્રી આર.ડી.ચૌધરીની ટીમે વિગતે તપાસનાં ચક્રો ગતીમાન કર્યાની સાથે બે દિવસથી મૌલાનાની તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું કે, તે જુહાપુરાનો છે અને હાલ બનાવની ઉંડાણ પુર્વક તપાસ થઇ રહી છે. મોબાઇલ આધારે લોકેશનો મેળવીને એસઓજી દ્વારા એસપીશ્રી સંજય ખરાતનાં સુપરવિઝન નીચે તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
આજે આ શંકાસ્પદને અમદાવાદ એટીએસ સમક્ષ અને તેમનો પરિવાર જ્યાં છે ત્યા લઇ જઇ જીવણટભરી તપાસ શરૂ કરાશે. ધારી હીમખીડીપરામાં શંકાસ્પદ બાંગ્લાદેશી-પાકિસ્તાની પરપ્રાંતીય શખ્સોને ચેક કરવા અનુસંધાને ધારી હીમખીમડીપરા વિસ્તારમાં આવેલ મદ્રેસામાં રહેતા મૌલાના મહમ્મદ ફઝલ અબ્દુલઅજીજ શેખ ઉ.વ.૨૭ મુળ રહેઠાણ અંગેના કોઇપણ આધાર પુરાવા રજુ કરેલ ન હોય જેથી આ શખ્સનું મુલ નાગરીતત્વ અંગેની તેમજ મળી આવેલ શંકાસ્પદ વ્યક્તિનાં મુળ રહેઠાણ અંગેનાં તમામ અસલ દસ્તાવેજ મેળવવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આ અંગે હે.કોન્સ.શિવાભાઈ કેશુભાઈ મકવાણાએ ધારી પોલીસ મથકમાં જાણ કરતા જાણવા જોગ દાખલ કરાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એસપી સંજય ખરાતનાં આદેશને પલગે ધારીમાં ડીવાયએસપીશ્રી જયવીર ગઢવી તથા પીઆઇશ્રી દેસાઇ સહિતે ચેકીંગ શરૂ કર્યુ હતું. ધારીમાં આ કનેક્શન મળ્યુ તે પહેલાથી છેલ્લા એક સપ્તાહ દરમિયાન એસપીશ્રી સંજય ખરાત દ્વારા જિલ્લાભરમાં આ ઝુંબેશ શરૂ કરાઇ હતી. અને હવે ધારીમાં સોશ્યલ ચેટ મળતા આજે અમરેલી સીટી પોલીસ દ્વારા એસપી ની સૂચના અનુસાર ધારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મદ્રાસ માં મોલાના ને કરતા પાકિસ્તાનીઓની સાથે ચેટિંગ થયાનું જાણવા મળતા પોલીસ સ્ટેશનનાં પીઆઇ ડી.કે. વાઘેલાની ટીમ દ્વારા અમરેલીમાં રહેતા બંગાળીઓ વેપારીને ત્યાં તપાસ ચાલુ છે.
(12:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
