<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અસહય ઉકળાટ યથાવતઃ માવઠાની આગાહી

બપોરના સમયે મહતમ તાપમાનનો પારો ઉંચે ચડતા લોકો ગરમીથી ત્રાહીમામ

રાજકોટ, તા. ૩: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અસહય ઉકળાટ યથાવત છે. આવા વાતાવરણ વચ્‍ચે હવામાન વિભાગ દ્વારા માવઠાની ચેતવણી આપવામાં આવી છે.  મહતમ તાપમાનનો પારો પણ ઉંચે ચડી જતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહયા છે.

માવઠાની આગાહી સાથે કાલે ગાંધીનગર ૪૩.પ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. જયારે ૪૦ કે ૪૦ થી ઉપર નોંધાઇ હોય તેવા શહેરોમાં અમદાવાદ ૪૩.૪, અમરેલી ૪ર.૩, બરોડામાં ૪ર.ર, ભુજમાં ૪૦, ડીસામાં ૪૦.ર અને રાજકોટમાં ૪૩.૧ ડિગ્રી તાપમાન રહ્યુ હતું. ભાવનગરમાં શહેરનું મહતમ તાપમાન વધીને ૪૧.૬ ડિગ્રી નોંધાયું હતું જયારે લઘુતમ તાપમાન રપ.૮ ડિગ્રી રહયું હતું. પવનની ઝડપ ૩૦ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી. ગરમીના કારણે શહેરના રસ્‍તાઓ સુમસામ જોવા મળ્‍યાં હતાં.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૩: બાજરા સંશોધન કેન્‍દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુત્તમ તાપમાન રપ.પ સે.ગ્રે. મહત્તમ તાપમાન ૩૮ સે.ગ્રે., ભેજનું પ્રમાણ ૬૫% પવનની ગતિ ૧૧.ર કિ.મી. રહી હતી

(1:37 PM IST)