<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd May 2025

ભાવનગરમાં ચીમનભાઈ ચૌહાણ ની સવાઈ દીકરીઓ બની કંધોતર

પિતાની અર્થીને કાંધ આપી અગ્નિદાહ પાંચ દીકરીઓએ પુત્ર ધર્મ નિભાવ્યો

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગર શહેરમાં પિતાની અર્થીને કાંધ આપી અગ્નિદાહ આપી પાંચ દીકરીઓએ પુત્ર ધર્મ નિભાવ્યો હતો. 
    પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના શિવાજી સર્કલ પાસે રહેતા બીએસએનએલ ના નિવૃત્ત કર્મચારી ચીમનભાઈ મણીભાઈ  ચૌહાણ (ઊં.વ.૮૦) નું અવસાન થતાં તેમની પાંચ પુત્રીઓ મીતાબેન હિતેશકુમાર લખતરિયા, ભાવનાબેન વિજયભાઈ હિરાણી ,પ્રીતિબેન અલ્પેશકુમાર રાઠોડ, અલકાબેન ધર્મેશકુમાર ભટ્ટી, અને હેતલબેન મયંકકુમાર સોલંકીએ પિતાની અર્થીને કાંધ આપી અંતિમયાત્રામાં રથમાં જોડાઈ અને મોક્ષ ધામમાં થઈ પિતાની પિતાની અગ્નિદાહ પણ આપ્યો હતો અને પુત્રની ગરજ સારી હતી અને પુત્ર ધર્મ નિભાવ્યો હતો.


 

(8:20 PM IST)