News of Saturday, 3rd May 2025
માળીયા હાટીનાના ભાખરવડ અને વ્રજની ડેમમાં પાણીની સપાટીમાં નોંધપાત્ર ઘટાડો : સ્થાનિક લોકોમાં ભારે ચિંતા
પાણીનો જથ્થો ઘટતા હવે આ વિસ્તારને પાણીની તીવ્ર અછતનો સામનો કરવો પડી શકે: ભાખરવડ ડેમમાં હાલ માત્ર 12 ટકા પાણી જ બચ્યું

જૂનાગઢના માળીયા હાટીનામાં આવેલ ભાખરવડ અને વ્રજની ડેમમાં પાણીની સપાટી નોંધપાત્ર રીતે ઘટી ગઈ છે, જેને કારણે સ્થાનિક લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. પાણીનો જથ્થો ઘટતા હવે આ વિસ્તારને પાણીની તીવ્ર અછતનો સામનો કરવો પડી શકે છે. ભાખરવડ ડેમમાં હાલ માત્ર 12 ટકા પાણી જ બચ્યું છે.
આ ડેમ આસપાસના 4થી વધુ ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે. જો વરસાદ વહેલો ન આવે તો ડેમ સંપૂર્ણ રીતે ખાલી થઈ શકે છે. તે જ રીતે, વ્રજની ડેમની સ્થિતિ પણ ચિંતાજનક બની છે. આ ડેમમાં હાલ માત્ર 5 ટકા પાણીનો જ સંગ્રહ રહ્યો છે, જ્યારે તે 7 ગામોને પાણી પૂરું પાડે છે. જળાશયો ખાલી થવાને આરે હોવાથી સ્થાનિક તંત્ર અને ગ્રામજનોમાં પાણીની ભવિષ્યની સ્થિતિને લઇને ચિંતાની લાગણી પ્રસરી છે.
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
