News of Saturday, 3rd May 2025
સાંસદ પુરષોત્તમભાઈ રૂપાલાએ ભુજમાં દિવંગત નેતા તારાચંદભાઈ છેડાના પરિવારની લીધી શુભેચ્છા મુલાકાત
દિવંગત નેતા સાથેના સંસ્મરણો વાગોળ્યા : પરિવારના ખબરઅંતર પૂછ્યા

વિનોદ ગાલા દ્વારા, ભુજ: ભાજપના વરિષ્ઠ નેતા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પુરષોત્તમભાઈ રૂપાલાએ આજે ભુજ ખાતે ભાજપના દિવંગત નેતા અને પૂર્વ રાજ્ય મંત્રી તારાચંદભાઈ છેડાના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન પુરષોત્તમભાઈ રૂપાલાએ તારાચંદભાઈના પુત્ર જીગર છેડા સહિત પરિવારના તમામ સભ્યોના ખબરઅંતર પૂછ્યા હતા. તેમણે દિવંગત તારાચંદભાઈ સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા અને તેમના યોગદાનને યાદ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન પરિવારના સભ્યોએ પણ તારાચંદભાઈ સાથેના પોતાના અંગત અનુભવો અને તેમના રાજકીય જીવનની યાદો તાજી કરી હતી.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
