<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

મોરબીમાં હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા રવિવારે નેચરલ વસ્તુઓનું વેચાણ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : હરડે પ્રચાર કેન્દ્ર (મોરબી) દ્વારા તા. ૦૪ ને રવિવારે સવારે ૮ થી બપોરે ૧૨ કલાક સુધી માર્કેટિંગ યાર્ડ બહાર, આરડીસી બેંક દરવાજા પાસે, શનાળા રોડ મોરબી ખાતે નેચરલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે  

વેંચાણ માટે ઉપલબ્ધ વસ્તુઓની માહિતી :
હરડે પાવડર , ગીલોય ઘનવટી, નેચરલ સાબુ,ડાંગ ની રાગી ના ભૂંગરા તથા લોટ મળશે ,ગૌમૂત્ર અર્ક, કેળા ના  પાપડ ,આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક,નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી.
રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ.
રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા,વેલણ,જેરણી ...વગેરે.
ઓર્ગેનિક શાકભાજી મળશે.

આ વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કરની યાદી જણાવે છે કે આ વેંચાણ કેન્દ્રનો સૌ લાભ લ્યે.
(નિરોગી રહીએ ~ પ્રકૃતિ તરફ વળીએ ~ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ ~ઘરેથી કાપડની થેલી સાથે લાવીએ)

(12:51 AM IST)