<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

માળિયા નજીકથી ગૌરક્ષકોની ટીમે ૨૧ અબોલ જીવોને છોડાવ્યા, બે બોલેરો પીકઅપ સહિતનો મુદામાલ જપ્ત.

માળિયા નજીક ચાર રસ્તા પાસે રોકી તલાશી લેતા બંને ગાડીમાં કુલ ૨૧ અબોલ જીવ મળી આવ્યા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી સહીત સૌરાષ્ટ્રના ગૌરક્ષકોની ટીમે માળિયા નજીકથી અબોલ જીવોને ખીચોખીચ બે બોલેરોમાં ભરીને લઇ જતા ઇસમોને ઝડપી લઈને કુલ ૨૧ અબોલ જીવોને બચાવી લઈને મુદામાલ માળિયા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે

વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હીના ગૌરક્ષકોની ટીમને બાતમી મળી હતી કે કચ્છથી બે બોલેરો પીકઅપમાં અબોલ જીવોને ભરી કતલખાને ધકેલવામાં આવી રહ્યા છે જે પીપળીયા ચાર રસ્તા થઈને એક ગાડી જામનગર અને એક ગાડી અમદાવાદ જવાની છે જેથી ગૌરક્ષકોની ટીમે વોચ ગોઠવી હતી અને બોલેરો ગાડી GJ 12 BZ 4224 અને GJ 12 BY 6313 ને માળિયા નજીક ચાર રસ્તા પાસે રોકી તલાશી લેતા બંને ગાડીમાં કુલ ૨૧ અબોલ જીવ મળી આવ્યા હતા જેને ટૂંકા દોરડા વડે ક્રુરતાપૂર્વક બાંધી લઇ જતા હતા જે અબોલ જીવોને બચાવી લીધા હતા અને ખાખરેચી પાંજરાપોળમાં મુકવામાં આવ્યા હતા તેમજ બંને ગાડી અને ચાલક સહિતનો મુદામાલ માળિયા પોલીસ મથકને સોપવામાં આવ્યો છે.

(12:59 AM IST)