<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

મોરબીના પાડા પુલ નીચેથી બાઈક ચોરાયું

સામાકાંઠે હાઉસિંગમાં રહેતા વનરાજભાઈ નનુભાઇ વાઢેરે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : શહેરના પાડા પુલ નીચેથી યુવાનનું બાઈક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો છે જે ચોરીના બનાવની ફરિયાદ નોંધી બી ડીવીઝન પોલીસે વધુ તપાસ ચલાવી છે

 મોરબીના સામાકાંઠે હાઉસિંગમાં રહેતા વનરાજભાઈ નનુભાઇ વાઢેરે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે ગત તા. ૧૩ એપ્રિલના રોજ સાંજ ૭ થી ૯ વાગ્યા સુધી યુવાનનું બાઈક જીજે ૦૧ જેડબલ્યુ ૬૪૧૩ કીમત રૂ ૧૫ હજાર વાળું પાડા પુલ નીચે સ્વામીનારાયણ મંદિર તરફ જવાના રસ્તે રાખ્યું હતું જે અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો છે સીટી બી ડીવીઝન પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

(1:08 AM IST)