News of Sunday, 4th May 2025
ભાવનગર પેરોલ ફર્લો ટીમે કાળુભા રોડ પરથી ગેરકાયદે હથિયાર સાથે 4 શખ્સોને ઝડપી લીધા
પોલીસે દેશી બનાવટનો તમંચો, પિસ્ટલ નંગ-02, કાર્ટીસ, મોટા છરાઓ સહીતના હથિયાર જપ્ત કર્યા

ભાવનગર :રાજ્યમાં ગેરકાયદે લાઇસન્સ વગરના હથિયારના કૌભાંડને લઇ ભાવનગર પેરોલ ફર્લો ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગર પેરોલ ફર્લો ટીમે કાળુભા રોડ પરથી ગેરકાયદે હથિયાર સાથે 4 શખ્સોને ઝડપી લીધા છે.
મળતી માહિતી મુજબ, ભાવનગર પેરોલ ફર્લો ટીમે કાળુભા રોડ પરથી એક કાર સાથે ગેરકાયદે હથિયારોની હેરાફેરી કરતા 4 શખ્સોને ઝડપી લીધા છે. પોલીસે દેશી બનાવટનો તમંચો, પિસ્ટલ નંગ-02, કાર્ટીસ, મોટા છરાઓ સહીતના હથિયાર મળી આવ્યા હતા. પોલીસે ઇનોવા કાર સાથે આકીબ જુસબ લાખાપોટા, ઇનાઇત ફીરોજ ચૌહાણ, સમીર મહમદ બુકેરા અને સાજીદ ઇસ્માઇલ જીરૂકા નામના શખ્સોને ઝડપીને પોલીસે પૂછપરછ હાથ ધરી છે.
ભાવનગર અને અમરેલી સહિતના જિલ્લાના ઝડપાયેલા 4 શખ્સો સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જે તમામ સામે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ગેરકાયદેસરના હથિયાર કુલ કિંમત રૂપિયા 31,500થી વધુના મુદ્દામાલ કબજે કરીને નીલમબાગ પોલીસને તપાસ સોંપવામાં આવી છે. નીલમબાગ પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
