<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

ભાવનગરમાં માવઠાની આગાહી વચ્ચે ૪૦ કિ.મી ની ઝડપે તોફાની પવન ફૂંકાયો

હવામાન ખાતા દ્વારા ભાવનગરમાં મંગળવાર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર : ભાવનગરમાં આજે રવિવારે 40 કિ.મી ની ઝડપે તોફાની પવન ફૂંકાયો હતો. ઘરે પવનને કારણે ગરમીમાં ઘટાડો નોંધાયો હતો. દરમિયાન ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 
ગોહિલવાડ પંથકમાં માવઠાની આગાહી વચ્ચે મહત્તમ તાપમાન ઘટીને 38.0 ડિગ્રી નોંધાયું છે. જ્યારે દિવસ પર 40 કિ.મી ઝડપે પવન ફૂંકાયો હતો. આજે લઘુતમ તાપમાન 26.0 ડિગ્રી નોંધાયું હતું. આજે રવિવારે મહત્તમ તાપમાન ઘટીને 38.0 ડિગ્રી રહેવા પામ્યું હતું. જ્યારે પવનની ઝડપ વધીને 40 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી. હવામાન ખાતા દ્વારા ભાવનગરમાં મંગળવાર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

(8:29 PM IST)