News of Sunday, 4th May 2025
મોરબીની ઓસેમ CBSE સ્કૂલે રાષ્ટ્રીય સ્તરે બે એવોર્ડ જીત્યા
બેંગલોરમાં આયોજિત CBSEના કોન્ક્લેવમાં શાળા અને આચાર્યા દીપાબેન શર્માને સન્માનિત કરાયા : સમગ્ર મોરબી માટે ગૌરવની વાત

મોરબી: તાજેતરમાં બેંગલોર ખાતે CBSE બોર્ડના વિવિધ પાઇલોટ પ્રોજેક્ટ અંતર્ગત જનરલ ફોરમ ઇડી કોન્ક્લેવ ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ક્લેવમાં દેશભરની ૫૦૦થી વધુ CBSE શાળાઓના આચાર્યો ઉપરાંત વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા હતા. ITC ગાર્ડેનિયા, બેંગલોર ખાતે આયોજિત આ કોન્ક્લેવમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, હાઇબ્રિડ લર્નિંગ, સ્કીલ ડેવલપમેન્ટ, હેલ્થ પ્રોગ્રામ સહિતના CBSE બોર્ડના પાઇલોટ પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
CBSE બોર્ડ દ્વારા આયોજિત કાર્ટ બ્લેન્ચ પ્રોજેક્ટ અંતર્ગત મોરબીની સૌપ્રથમ CBSE સ્કૂલ ઓસેમ CBSE સ્કૂલ અને શાળાના આચાર્યા દીપાબેન શર્માને બેંગલોર ખાતે એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિદ્ધિ સમગ્ર મોરબીના શિક્ષણ જગત માટે ગૌરવની વાત કહી શકાય. સંસ્થાના આચાર્યાના નેતૃત્વમાં શાળાએ મેળવેલ આ સિદ્ધિ બદલ ઓસેમ CBSE સ્કૂલના ટ્રસ્ટી શ્રી સુમંતભાઈ પટેલ, સિદ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા તેમજ સમગ્ર સ્ટાફગણે અભિનંદન પાઠવ્યા છે.
મોરબીની ઓસેમ CBSE સ્કૂલ અને આચાર્યા દીપાબેન શર્માને બેંગલોર ખાતે જનરલ ફોરમ ઇડી કોન્ક્લેવમાં કાર્ટ બ્લેન્ચ પ્રોજેક્ટ અંતર્ગત સન્માનિત કરવામાં આવ્યા હતા, જે મોરબીના શિક્ષણ ક્ષેત્ર માટે એક મોટી ઉપલબ્ધિ છે.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
