<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th May 2025

મોરબીના "વસંત વિહાર" ફાર્મ હાઉસે પહોંચી અનેક લોકોએ જગદગુરૂ શંકરાચાર્યજીના દર્શનનો લાભ લઇ આશીર્વાદ મેળવ્યા.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના અમરાપર ખાતે માં મોમાઈ મંદિરના પાટોત્સવમાં પધારેલા દ્વારકા પીઠના જગદગુરૂ સદાનંદ સરસ્વતીજી મોરબી નઝીકના જયદીપ એન્ડ કંપનીના વિશાળ અને ભવ્ય ફાર્મહાઉસ " વસંત વિહાર " ખાતે રોકાયા હતા. જ્યાં સંત ને અનુકૂલ આવે તે પ્રકારની તેમજ તેમની પુજાઅર્ચના સહીત તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.

   ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા સહીત જયદીપ કંપનીના સંચાલકોના બહોળી સંખ્યામાં સબંધ ધરાવતા રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ,  સામાજીક સંસ્થાના આગેવાનો, રાજપુત સમાજના આગેવાનો સહીત મોટી સંખ્યામાં ભાવિકો જગદગુરૂ શંકરાચાર્યજીના દર્શન કરવા પહોંચ્યા હતા. આ સાથે જયદીપ કંપનીના સંચાલકો અને સ્વ.ઉદયસિંહજીભાઈના યુવાન સુપુત્રો અને જયદીપ કંપનીના સંચાલકો દિલુભા જાડેજા, જયુભા જાડેજા, અનિરુદ્ધસિંહ જાડેજા તેમજ અશ્વીનસિંહ જાડેજા સ્ટાફ સાથે સતત ફાર્મહાઉસ રહ્યા હતા અને દર્શને આવનારા ભાવિકોને હંસતા મોઢે આવકારવા સાથે તમામ માટે ચા, નાસ્તા તેમજ જમણ ની પણ સુંદર વ્યવસ્થા કરી જે જોઈ જગદગુરૂ સંક્રચાર્યજીએ પણ પ્રસન્નતા વ્યક્ત કરી જયદીપ પરિવારને આશીર્વાદ આપ્યા હતા.


 

(10:16 PM IST)