<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

શનિવારે જેતપુરમાં સમસ્‍ત રાજગોર સમાજ દ્વારા પૂ.ભાઇશ્રી રમેશભાઇનો ઋણસ્‍વીકાર અને સત્‍કાર સમારોહ

પૂ. મુકતાનંદબાપુના અધ્‍યક્ષ સ્‍થાને રકતદાન કેમ્‍પ ભોજન સમારંભ સહિતનાં કાર્યક્રમો પૂ. જોષીના માર્ગદર્શન હેઠળ તૈયારીઓ હજારોની સંખ્‍યામાં સૌરાષ્‍ટ્ર કચ્‍છમાંથી રાજગોર સમાજ ઉમટી પડશે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. પઃ રાષ્‍ટ્રીય સંત પ્રખર ભાગવતાચાર્ય પૂ.ભાઇશ્રી રમેશભાઇ ઓઝા દ્વારા સ્‍થાપિત સાન્‍દીપતિ વિદ્યા નિકેતન પોરબંદર ખાતે રાજોગોર બ્રાહ્મણ જ્ઞાતિ તેમજ સમસ્‍ત બ્રહ્મ સમાજના ૧૦૦૦ થી વધુ ઋુષિકુમારો અનેક યુવાનોને પૂ. ભાઇશ્રીએ શાષાનો અભ્‍યાસ કરાવ્‍યો વેદનો અભ્‍યાસ કરાવ્‍યો અનેક વ્‍યકિતને ધર્મના પ્રચાર માટે દેશ વિદેશમાં મોકલ્‍યા આવુ સરસ મજાનું બ્રાહ્મણ પરિવારનો નિવાર્હ કેવી રીતે કરવો અને જે પંરપરાગત રીતે શાષાના જ્ઞાતા બનાવ્‍યા એ મહાપુરૂષનો ઉપકાર આખા સમાજ પર છે એટલે એવો એક અવસર આવ્‍યો છે ત્‍યારે તમામ રાજગોર સમાજ એકત્ર થઇ અને ભાઇશ્રીનો આભાર વ્‍યકત કરશે.

પૂ. ભાઇશ્રીને સંસ્‍કૃતમાં લખાયેલ સન્‍માન પત્ર અર્પણ કરવામાં આવશે જેમાં લખાયું છે કે શ્રેષ્‍ઠ બ્રાહ્મણ કુળના આદરપાત્ર વર્તમાન અને પંરપરાગત વિદવાન, સનાતન ધર્મ ઉપર આવેલ અંધકારને નાશ કરનાર તથા શ્રીમદ ભાગવતમાં પુર્ણ નિષ્‍ઠા સાથે જીવન અર્પણ કરનારા અને સમગ્ર વિશ્વમાં મુજય ભાઇશ્રી તરીકે પ્રસિધ્‍ધ અને સન્‍માનિત એવા પૂ.ભાઇશ્રી રમેશભાઇ ને સમગ્ર રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ તરફથી ઋણ સ્‍વીકાર સાથે આદર પુર્વક સન્‍માન અર્પણ કરવામાં આવશે.

આગામી તા. ૧૦ મે ને શનીવારના રોજ જેતપુર નેશનલ હાઇવે પર આવેલ શ્રી હરિૐ વૃધ્‍ધાશ્રમ ખાતે પૂ.  જોષી બાપાના માર્ગદર્શન હેડળ આ ઋણસ્‍વીકાર સત્‍કાર સમારોહ યોજાશે.

જેમાં સંતો મહંતોમાં જેતપુર થી પૂ. નિલકંઠ ચરણદાસજી સ્‍વામી, ધુનડાથી પૂ. જેન્‍તિરામબાપા, દાણીધારથી સુખદેવદાસ બાપુ, પૂ. ઇશ્વર ચેતન્‍ય બાપુ, પૂ. સુબોધાનંદબાપુ, પૂ. જગુરામબાપા, પૂ. રામબાલકદાસબાપુ, પૂ. ડો. રતિદાદા, પૂ. નિજસ્‍વરૂપાનંદજી, પૂ. ગણેશાનંદબાપુ સહિતના સંતો પધારશે તેમજ રાજગોર સમાજના આગેવાનો પણ બહોળી સંખ્‍યામાં આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેનાર છે.

ગત તા. ર૪ માર્ચના રોજ પૂ. જોષીબાપા એ સમાજના આગેવાનો સાથે પોરબંદર ખાતે પૂ. ભાઇશ્રીની મુલાકાત લઇ અને ઋણ સ્‍વીકાર કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા જણાવ્‍યું ત્‍યારે પૂ. ભાઇશ્રીએ આ વાત સ્‍વીકારી ઉપસ્‍થિત રહેવા રાજીપો વ્‍યકત કર્યો હતો.

શનીવારે બપોરે ર વાગ્‍યાથી રકતદાન કેમ્‍પ શરૂ થશે અને સાંજે ૪ કલાકે સંતોના સામૈયા અને સાંજે પ વાગ્‍યાથી રાત્રે ૮ કલાક સુધી પૂ. ભાઇશ્રી નો સન્‍માન સમારોહ અને ત્‍યારબાદ ભોજન સમારંભનું આયોજન કરાયું છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા છેલ્લા એક માસથી પૂ. જોષીબાપા ગામે ગામે મીટીંગનું આયોજન કરી આખરી ઓપ આપી રહયા છે વધુ માહિતી માટે નિલેશભાઇ જોષીનો મો. નં. ૯૮૨૫૫ ૩૨૫૫૮.(૬.૪)

(9:52 AM IST)