<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

ગુજરાતના સ્‍થાપના દિવસે બોટાદના મોટી વાવડીમાં ‘રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સાર્વજનિક પુસ્‍તકાલય'ની સ્‍થાપના

રાજકોટ, તા.૫: ગુજરાત રાજ્‍યના સ્‍થાપના દિવસે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના મોટી વાવડી ગામ સ્‍થિત શ્રી મોટી વાવડી પ્રાથમિક શાળા ખાતે રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સાર્વજનિક પુસ્‍તકાલયની સ્‍થાપના થઈ. લોકલાગણીને માન આપીને આ શાળાનું નામકરણ પણ ઝવેરચંદ મેઘાણીની પુણ્‍યસ્‍મળતિમાં કરવામાં આવશે. ઝવેરચંદ મેઘાણીની કર્મ-નિર્વાણભૂમિ બોટાદ જિલ્લો હોવાથી આનું સવિશેષ મહત્ત્વ છે.

નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્‍કળતિ-સાહિત્‍યની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્‍ટ્ર-ભાવના અને જીવન-મૂલ્‍યોનું સંસ્‍કાર-સિંચન થાય તે આશયથી રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણીની પ્રેરણા-પરિકલ્‍પનાથી આ વિશિષ્ટ પુસ્‍તકાલયની સ્‍થાપના થઈ છે. પશ્‍ચિમ ગુજરાત વીજ કંપની લિ. (PGVCL)નો આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે.

ધંધુકા ધારાસભ્‍ય કાળુભાઈ ડાભી, બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયા (આઈએએસ), જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. ભરતભાઈ વઢેર, રાણપુર મામલતદાર કે. બી. ગોહિલ અને તાલુકા વિકાસ અધિકારી ચેતનભાઈ દવે, રાણપુર એપીએમસી ચેરમેન કિશોરભાઈ ધાધલ અને પૂર્વ ચેરમેન નરેન્‍દ્રભાઈ દવે, મોટી વાવડી ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ જયરાજભાઈ ધાધલ, વલકુભાઈ ધાધલ અને તલાટી રવિરાજસિંહ રાઠોડ, રવિરાજભાઈ ધાધલ, ચોટીલા એજ્‍યુકેશન એન્‍ડ ચેરિટી ટ્રસ્‍ટના કિરીટસિંહ રહેવર અને મહીપતસિંહ વાઘેલા, રમેશભાઈ અને દર્શન બદ્રેશીયા, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસંગ ડાભી, રાણપુર સાર્વજનિક એજ્‍યુકેશન સોસાયટીના પ્રમુખ મુકુંદભાઈ વઢવાણા, શાળા-પરિવારના અનિલભાઈ ચૌહાણ (આચાર્ય), ભૂમિકાબેન સોની, હંસાબેન પ્રજાપતિ, દિપકભાઈ મકવાણા, અનિલકુમાર ગોહિલ, મૈત્રીબેન પટેલ અને કિશોરભાઈ કણઝરીયા, ધનજીભાઈ બદ્રેશિયા, ગજુભા રહેવરની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી. જમ્‍મુ-કાશ્‍મીરના પહલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દયી હત્‍યાકાંડમાં પોતાનો જીવ ગુમાવનાર ભારતવાસીઓને શ્રધ્‍ધાસુમન પણ અર્પણ કરવામાં આવ્‍યાં હતાં.   

ગુજરાતી ભાષા-સાહિત્‍યના કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, ચિંતન, લોકસાહિત્‍ય જેવાં વિવિધસભર વિષયોનાં ૧૦૦૦ જેટલાં પ્રેરણાદાયી પુસ્‍તકોનું પિનાકી મેઘાણી દ્વારા સુયોગ્‍ય ચયન કરીને અહીં મૂકાયાં છે. મેઘાણી-સાહિત્‍ય કોર્નર, ગુજરાતી ભાષા-સાહિત્‍યના લબ્‍ધપ્રતિષ્ઠિત સાહિત્‍યકારોની ઉત્તમ કળતિઓ તેમજ બાળ-સાહિત્‍યની વિશાળ શ્રેણી આ પુસ્‍તકાલયની વિશેષતા છે.(૨૩.૩)

આલેખન

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન

 (મો.૯૮૨૫૦૨૧૨૭૯)

(9:58 AM IST)