<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આઠમી સુધી ઓરેન્‍જ એલર્ટ

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. પ :.. મે માસ શરૂ થતા ગઇકાલથી જ રાજયમાં મૌસમનો મિઝાઝ બદલાયેલો જોવા મળી રહ્યો છે. રાજયના કેટલાક વિસ્‍તારોમાં ગાજવીજ સાથે વરસાદી છાંટાઓ વરસ્‍યા. ઘણા દિવસની અતિ ગરમીમાં રાહત થયેલી જોવા મળે છે.

હવામાન વિભાગ દ્વારા આગામી આઠમી તારીખ સુધી ગુજરાતને ઓરેન્‍જ એલર્ટમાં દર્શાવાયું છે. હાલ નવમી તારીખે રાજયમાંથી એલર્ટ હટાવાયેલુ જોવા મળે છે પણ સંભવ છે કે એક-બે દિવસ એલર્ટ ફરી લંબાવાશે.

પ્રિમોન્‍સુનના રાજયમાં કયાંક કયાંક માત્ર ઝાપટા વરસતા હોય તેવો ભૂતકાળ છે પણ આ વેળા ચોમાસા પહેલાનાં કમોસમી વરસાદમાં ભારે ગાજવીજ અને કરા પડવાની ગતિવિધીઓનો ઉમેરો જોવા મળી રહ્યો છે. થોડા સમય પૂર્વે આ માધ્‍યમથી જ અહીં ગંભીરતા સભર જણાવ્‍યું હતું કે અરબ સાગરની સપાટી ગરમ થઇ રહી છે. હાલ અરબ સાગરના ભેજવાળા પવનોથી પ્રીમોન્‍સન એકટીવીટી રાજયમાં વધવા પામી છે.

(11:08 AM IST)