News of Monday, 5th May 2025
પોરબંદર જિલ્લામાં ચોમાસા પૂર્વે તંત્ર દ્વારા તકેદારીના પગલાઃ જર્જરિત મકાનોના કાટમાળને ઉતારી લેવાની કામગીરી

પોરબંદર તા. પઃ જિલ્લામાં તંત્ર દ્વારા ચોમાસા પહેલા તકેદારીના પગલા લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જુના અને જર્જરિત મકાનો ભારે વરસાદમાં ધરાશાયી થાય અને અકસ્માત સર્જાય તે પહેલા આવા જૂના જર્જરિત મકાનોનું કાટમાળ સલામત ઉતારી લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
લોકોની સલામતી માટે જર્જરિત બનેલ મકાનોનો કાટમાળ જેસીબીની મદદથી ઉતારી લેવાની કામગીરી હાથ ધરાય છે. કુદરતી આફતો અને આકસ્મિક સંજોગોમાં જોખમી જણાતા અને જર્જરીત મકાનો ધરાશાય થવાની સંભાવનાઓ રહેતી હોય છે.
કુદરતી આફતોમાં જર્જરીત બનેલ જોખમી મકાનો ધરાશાય થાય તો જાનહાની થવાના બનાવોની પણ સંભાવના રહે છે, ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ખારવાવાડ વિસ્તારમાં જર્જરીત બનેલ મકાન જેસીબી મશીનરીની મદદથી ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, અને આ વિસ્તારમાં લોકોની સુરક્ષા જળવાઈ રહે તેવા પ્રયાસો કરાયા છે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
