<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

ભાવનગરમાં શખ્‍સો ઘાતક હથિયારો સાથે ઝડપાયા

 

ભાવનગર તા.૫: પિસ્‍તોલ, તમંચો, છરી જેવા હથિયારો સાથે કારમાં ફરી રહેલા ચાર શખ્‍સોને કલેકટર કચેરી નજીકથી પેરોલ ફર્લો સ્‍ક્‍વોડના સ્‍ટાફે ઈનોવા કારમાંથી ઝડપી લીધા હતા જેમાં પાલીતાણાના ડુંગરપુર રહેતા આકીબભાઇ જુસબભાઇ લાખાપોટા, સાવરકુંડલાના વીજપડી રહેતા ઇનાઇતભાઇ ફીરોજભાઇ ચૌહાન,મહુવાના નીપ ગામે રહેતા સમીરભાઇ મહમદભાઇ બુકેરા અને સાવરકુંડલામાં રહેતા સાજીદભાઇ ઇસ્‍માઇલભાઇ જીરૂકા સહિતના ચારયુવાનોને બે પિસ્‍તોલ, એક તમંચો, ૨કારતુસ અનેત્રણ છરીસાથે ઝડપી લીધા હતા. અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:00 PM IST)