News of Monday, 5th May 2025
ટંકારામાં સીમાંકનના કારણે ર સભ્યોના સભ્યપદ રદ
આજે નવા ઉપપ્રમુખ માટે ફોર્મ રજુ કરાશેઃ કાલે સદસ્યોની બેઠક

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા તા. પઃ ટંકારા નગરપાલિકા કાર્યરત થતાં સીમાંકનના કારણે ટાઉનના બે તાલુકા પંચાયતના સભ્યોની સદસ્યતા રદ કરવામાં આવી છે.
તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ચાર્મીબેન સેજપાલ અને કોગ્રેસના કદાવર નેતા ચેતન રમણીકલાલ ત્રિવેદીનુ સભ્ય પદ રદ કરી ગુજરાત પંચાયત અધિનિયમ, ૧૯૯૩ (ગુજરાત ૧૮, ૧૯૯૩) ની કલમ ૨૬૪ ની પેટા-કલમ (૧) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને ટંકારા તાલુકા પંચાયતના સભ્યોની સંખ્યા ૧૬ થી ઘટાડીને ૧૪ કરી છે ફરી એક વાર ઉપપ્રમુખ માટે ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજે નવા ઉપપ્રમુખ માટે ફોમ રજુ કરવામાં આવશે આવતી કાલે તાલુકા પંચાયત સદસ્યો સાથે ખાસ બેઠક બોલાવી છે જેમાં ચુટણી પ્રકિયા હાથ ધરવા જીલ્લા વિકાસ અધિકારી એ આદેશ કર્યો છે.
(12:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
