<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

જસદણના સમાજસેવક અશોકભાઈ મહેતાને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્‍દ્રસિંહે અંજલી આપી

 

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા. ૫:  પૂર્વ કેબિનેટ  મંત્રી પૂર્વ  શિક્ષણ મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમા જસદણ ખાતે  અશોકભાઈ મહેતાને પુષ્‍પાંજલિ અર્પણ કરી હતી.  ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ મહેતા પરિવારના મુકુલભાઈ અશોકભાઈ મહેતા, વિરલભાઈ હરેશભાઈ મહેતા સહિતના પરિવારજનોને સાંત્‍વના આપી હતી. ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ જણાવ્‍યું હતું કે અશોકભાઈ જનસંઘ વખતના મારા જુના મિત્ર અને સાથીદાર હતા. જસદણ પંથકમાં પેટા ચૂંટણી સહિતની જુદી જુદી ચૂંટણી સમયે જસદણ  વિસ્‍તારમાં અશોકભાઈની સાથે મળીને હું કામ કરતો હતો. તેઓ જસદણ વિસ્‍તારના ભાજપના સિનિયર નેતાઓમાંના  એક હતા. હંમેશા પક્ષને  વફાદાર રહેતા હતા. ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાની સાથે જસદણ ભાજપના અગ્રણી  અશોકભાઈ મહાદેવભાઈ ચાવ, ભાજપના પીઢ અગ્રણી ચંદુભાઈ કચ્‍છી, જસદણ ભાજપના પૂર્વ  પ્રમુખ અનિલભાઈ મકાણી, જસદણ  ચેમ્‍બર ઓફ કોમર્સના ઙ્કમુખ અને ભાજપના નગરપાલિકાના સભ્‍ય અશોકભાઈ ધાધલ, ભાજપ મહામંત્રી સાગરભાઈ સાવલિયા વગેરે  લોકો મહેતા પરિવારના દુઃખમાં સહભાગી થવા ઉપસ્‍થિત રહ્યા હતા.

(2:02 PM IST)