News of Monday, 5th May 2025
ઉનાઃ ઘરમાં ઝઘડો કર્યા બાદ સુસાઇડ નોટ મુકીને નાસી ગયેલ યુવાનને પોલીસે હેમખેમ શોધી કાઢયો
મોબાઇલ લોકેશન ટ્રેશ કરીને ર૦ મીનીટમાં પોલીસે પકડી લીધોઃ પરિવારજનોને સોંપીને કાઉન્સિલીંગ કરીને માનવતા દર્શાવી

(નવીન જોષી દ્વારા) ઉના તા. પ :.. પોલીસે સુશાઇડ નોટ મુકી ગુમ થયેલ વ્યક્તિને પોલીસે ગણતરીની મીનીટોમાં શોધી પરિવાર સાથે સુખદ મિલન કરાવી માનવતા નું કાર્ય કર્યું હતું.
શહેરમા રાત્રીના સમયે આરતીબેન માધવભાઈ રેણુકાએ રાત્રિના ઉના પોલીસ સ્ટેશનમા જઈ ફરજ ઉપર રહેલ પી. એસ.ઓ. ને લેખિત મા રજૂઆત કરી હતી કે તેમના પતિ માધવ ભાઈ રેણુકા રાત્રિના ઘરે ઝગડો કરી સુશાઇડ નોટ લખી મૂકી ચાલ્યા ગયા હતા અને ગુમ થઈ ગયા ની જાણ કરતા વુમન પોલીસ હેડ કોન્સ્ટેબલ એ ઉનાના પોલીસ ઇન્સ્પેકટર મહેન્દ્ર સિંહ એન. રાણા ને તુરંત જાણ કરતા તેમણે એ.એસ.આઇ. મનુભાઈ જાદવ ભાઈ વાળાને કામગીરી સોંપી હતી.
પોલીસ કોન્સ્ટેબલ રવિસિહ પ્રદીપસિહ ગોહિલ, ભાર્ગવભાઈ મનુભાઈ ચોહાણ, તુરંત ગુમ થયેલ માધવ ભાઈ રેણુકાનો મોબાઈલ ટ્રેસ કરી લોકેશન મેળવી માત્ર ૨૦ મિનિટ માં ઉના તાલુકાના ગાંગડા સનખડા રોડ ઉપર વાડી વિસ્તારમાં થી શોધી ઊના પોલીસ સ્ટેશન મા લાવી કાઉન્સિલિંગ કરી તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવી પરિવાર ને બોલાવી સુમેળ કરી કુટુંબને હેમખેમ પરત આપી એક વ્યક્તિ ની જીંદગી બચાવી માનવતા ભર્યું કામ કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સાબિત કરી બતાવેલ હતું
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
