<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

સોમનાથ ત્રીવેણી રોડ ઉપર ડોંગરેજી મહારાજ પ્રેરીત પર વર્ષ જુના અન્‍નક્ષેત્રની મુલાકાત લેતા ભાઈશ્રી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૫: સોમનાથ ત્રીવેણી રોડ ઉપર પુ.ડોંગરેજી મહારાજ અન્‍નક્ષેત્ર પર વર્ષથી કાર્યરત છે સાધુ સંતો સહિત યાત્રીકોને વિના મુલ્‍યે ભોજન પ્રસાદ આપી રહેલ છે દર વર્ષે પાંચ લાખથી વધુ દર્શનાર્થાઓ વિના મુલ્‍યે ભોજનપ્રસાદનો લાભ લે છે ભાઈશ્રી રમેશભાઈ ઓઝા અન્‍નક્ષેત્રની મુલાકાત આવેલ હતા ત્‍યારે ટ્રસ્‍ટીઓએ તેમને આવકારેલ હતા અને તાજેતરમાં નવીનીકરણ સહિત સેવાની માહિતી આપેલ હતો.

સોમનાથમાં પુ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહ ચાલી રહેલ છ જેથી ટ્રસ્‍ટી અશોકભાઈ પરમાર, ધનસુખભાઈ પીઠડ એ પુજય ડોગરેજી મહારાજ અન્નક્ષેત્ર મા પધારવાનું આમંત્રણ આપતા સ્‍વીકારેલ હતું આજે બપોરે મુલાકાત લોધેલ હતી પુજય ડોંગરેજી મહારાજની યાદો સાથે જણાવેલ હતું કે આ ચેતનાને વંદન છે જેને ભારતભરમાં આવા અનેક અન્‍નક્ષેત્રોની સ્‍થાપના કરેલ છે ૧૯૭૭માં સોમનાથ વિસ્‍તારમાં આ અન્નક્ષેત્ર ધમધમતું કરેલ હતું ત્‍યારે વિશ્‍વભરમાંથી આવતા પ્રવાસીઓને ભોજન મળી રહે તે માટ અધતન વ્‍યવસ્‍થા કરેલ હતી પર વષ પુર્ણ થયા છે સેવામાં ઉતરોતમ વધારો થયો છે જેના માટે પુર્વ તથા હાલના તમામ ટ્રસ્‍ટીઓને અભિનંદન આપેલ હતા ભાઈશ્રી સાથે આ અન્‍નક્ષેત્રની મુલાકાતમાં લોહાણા મહાજન વેરાવળ પ્રમુખ, ગીર સોમનાથ મીડીયા સેન્‍ટર ના દિપકભાઈ કકકડ સતત સાથે રહેલ હતા.

ટ્રસ્‍ટીઓએ જણાવેલ હતું કે દર વર્ષે પાંચ લાખથી વધુ આજુ બાજુના વિસ્‍તારના બાવા સાધુ, યાત્રીકો ભોજન પ્રસાદ લઈ રહયા છે નવીનીકરણ કરેલ છે તેમાં અદ્યતન હોલ તેમજ ઉપર સારી કક્ષાના રૂમો બંધાયેલ છે જેમાં કથાકારો, સાંધ સંતો કે કોઈપણ સંત ગણ ઉતારો કરી શકે તે માટે તમામ વ્‍યવસ્‍થા રાખવામાં આવેલ છે ૨૪ કલાક ઠંડા પાણીની વ્‍યવસ્‍થા કરાયેલ છે જેથી દેશ વિદેશથી આવતા યાત્રીકો તેમજ સ્‍થાનીકો આ વિસ્‍તારમાં બાધુ સાધુ પણ આ લાભ લે છે કોરોના જેવા મુશ્‍કેલી સમયમાં દરરોજના ૨૦૦૦ થી વધારે ટીફીનો તૈયાર કરીને તમામ ઝુપડપટીઓ હોસ્‍પોટલોમાં સોમનાથ ટ્રસ્‍ટના સાથ સહકારથી વ્‍યવસ્‍થા કરવામાં આવતી હતી પુજય ડોંગરેજી મહારાજનો પરણાથી આ અન્નક્ષેત્રમાં વધુને વધુ સેવા થાય તે માટે સવાભાવી સેવા કરી રહેલ છે તેમજ ખુબજ મોટો સહકાર મળી રહેલ છે.

(12:28 PM IST)