<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

કાલથી જુનાગઢના ભગવતગુરૂ આશ્રમ સૂર્ય મંદિર દ્વારા હરિદ્વારમાં સદ્‌્ગુરૂ ભાવવંદના મહોત્‍સવ

ડો. મહાદેવપ્રસાદ મહેતાના વ્‍યાસાસને શ્રીમદ્‌્‌ ભાગવત સપ્તાહઃ દરરોજ રાત્રે સંતવાણી-લોકડાયરો મયુર દવે શિવરાજભાઇ વાળા સહિતના કલાકારો જમાવટ કરશે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. પ :.. જુનાગઢ શ્રી ભગવતગુરૂ આશ્રમ સૂર્ય મંદિર અને સદ્‌્‌ગુરુશ્રી ત્રિકમદાસબાપુ અન્નક્ષેત્ર ભવનાથ દ્વારા સદ્‌ગુરુશ્રી ભગવાનદાસજી મહારાજની ૭૭મી પુણ્‍યતિથી નિમિતે સદ્‌્‌ગુરુ ભાવવંદના મહોત્‍સવ શ્રી સેવાદાસબાપા આશ્રમ શ્રી નકલંકધામ હરીદ્વાર ખાતે ઉજવાશે.

જેના ભાગરૂપે તા. ૬ મે થી ૧ર મે સુધી ડો. મહાદેવપ્રસાદ મહેતાના વ્‍યાસાસને શ્રીમદ્‌્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયુ છે.

દરરોજ સવારે ૯ થી ૧ કથા યોજાશે. મહામંડલેશ્વરશ્રી કનિરામદાસજી મહારાજના અધ્‍યક્ષ સ્‍થાને યોજાનાર આ સપ્તાહ અને ધર્મ ઉત્‍સવ કાર્યક્રમના માર્ગદર્શક પ.પૂ. ધર્મભુષણ રાજેન્‍દ્રદાસબાપુ ખાસ ઉપસ્‍થિત રહેશે.

કાલે બપોરે ૩ કલાકે પોથીજી યાત્રા નિકળશે. અને ૪ કલાકે કથાનો પ્રારંભ થશે. અને બુધવારથી દરરોજ સવારે ૯ થી ૧ કથા યોજાશે.

તેમાં કપિલ પ્રાગટય,નૃસિંહજી પ્રાગટય, વામનજી પ્રાગટય, શ્રી કૃષ્‍ણ પ્રાગટય, નંદ મહોત્‍સવ, ગોવર્ધન પુજા શ્રી ઋક્ષ્મણીજી વિવાહ, સુદામા ચરિત્ર અને તા. ૧ર ના રોજ કથા વિરામ લેશે. ગુરૂવારે રાત્રે શિવરાજભાઇ વાળા બિરજુ બારોટ તેમજ શુક્રવારે રાત્રે મયુક દવે, પુનમ ગોંડલીયા, જયદેવભાઇ ગોસાઇના સ્‍વરે રાસ-ગરબા અને શનીવારે હિતેષ અંટાળા, જયદેવ ગોસાઇ, મયુર દવે, રાજદાન ગઢવી તા. ૧ર ના રોજ રાત્રે ૯ કલાકે ભગવાન વડવાળા દેવનો ૩૩ જયોત પાઠની આરતી એવમ ભજન સંધ્‍યાનું ગોવિંદરામ સાધુ ઝાક-રજુ કરશે સમગ્ર મહોત્‍સવને સફળ બનાવવા મહામંડલેશ્વર જગજીવનદાસબાપુ અને લઘુ મહંત વિશ્વેદાસબાપુ અને સેવક પરિવાર જહેમત ઉઠાવી રહ્યા છે.

(12:28 PM IST)