તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Monday, 5th May 2025
આતંકવાદીઓ કળયુગના રાક્ષસઃ દ્વારકાના શંકરાચાર્યજી પૂ.સદાનંદજી સરસ્વતી મહારાજ
મોરબીના અમરાપર ખાતે જીલરીયા પરિવાર આયોજીત મોમાઇ માતાજીનો ભવ્ય પાટોત્સવઃ શંકરાચાર્યજીની પ્રેરક ઉપસ્થિતીઃ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને ૧પ વર્ષ પુર્ણ થતાં ભવ્ય ધાર્મિક આયોજનઃ નવચંડી યજ્ઞ પણ યોજાયોઃ મોટી સંખ્યામાં ભાવિકોએ ધર્મલાભ લીધો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.પઃ અમરાપર ખાતે વરજાંગભાઈ જીલરીયા પરિવાર દ્વારા નિર્મિત મોમાઈ માતાજીના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ૧૫ વર્ષ પૂર્ણ થતાં ભવ્ય પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દ્વારકા શારદાપીઠના શંકરાચાર્ય જગતગુરુ સદાનંદજી સરસ્વતી મહારાજની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ વેળાઍ ખૂબ મોટી સંખ્યામાં ભાવિકોઍ ઉપસ્થિત રહી ધર્મલાભ લીધો હતો.
આ વેળાઍ આયોજક વરજાંકભાઈ રાણાભાઈ જીલરીયાઍ જણાવ્યું કે અમે ૨૦૧૦માં આ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ માઁ કનકેશ્વર દેવીના હસ્તે કર્યો હતો. તેમના દ્વારા ભાગવત કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય મહોત્સવને ૧૫ વર્ષ પૂર્ણ થઈ રહ્ના છે. તે નિમિત્તે ૧૫મો પાટોત્સવ ઉજવી રહ્ના છીઍ. આ પાટોત્સવ શરદાપીઠના શંકરાચાર્ય જગતગુરુ સદાનંદજી સરસ્વતી મહારાજ પધાર્યા છે. સાથે નવચંડી યજ્ઞ પણ થઈ રહ્ના છે.
શંકરાચાર્ય જગતગુરુ સદાનંદજી સરસ્વતી મહારાજે જણાવ્યું કે રાજનીતિ ધર્મ અનુસાર સંચાલિત હોવી જોઈઍ. રાજનીતિનો અર્થ જ રાજ્યને નીતિ પૂર્વક સંચાલિત કરવું છે. નેતા ઍટલે જે સમાજને કલ્યાણના માર્ગે ચલાવે. પહેલગામ હુમલા વિશે તેઓઍ જણાવ્યુ કે ધર્મ પૂછીને હત્યાઓ કરવામાં આવી જે દુઃખદ ઘટના છે. આતંકવાદી કળિયુગના રાક્ષસ છે. તેઓ આપણા દેશનું ઐશ્વર્ય જોઈ શકતા નથી.
દેશના નાગરિકોઍ ઍક થઈને સરકાર અને સેનાનું મનોબળ મજબૂત બનાવવું જોઈઍ. જેથી દરેક આતંકવાદીને શોધીને સજા આપી શકીઍ.
મોરબી તાલુકાના અમરાપર ગામે આજે વરજાંગભાઈ જીલરીયા તથા સમસ્ત જીલરીયા પરિવાર દ્વારા મોમાઇ માતાજીના મંદિરેનો ૧૫ મો પાટોત્સવ યોજાયો હતો જેમાં શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી ખાસ હાજર રહ્ના હતા તે ઉપરાંત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઇ દેથરીયા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુડારીયા, કૃભકોના ડિરેક્ટર મગનભાઈ વડાવીયા બગથળા નકલંક મંદિરના મહંત પુ. દામજી ભગત જીલ્લા ભાજપ મહામંત્રી સર્વેશ્રી જેઠાભાઇ મીંયાત્રા, કે. ઍસ. અમૃતીયા, નરેન્દ્રસિંહ ઝાલા, મોરબી શહેર ભાજપ પૂર્વ ફૂમુખ લાખાભાઇ જારીયા, શહેર ભાજપ ફૂમુખ રિષિપભાઈ કૈલા, મહામંત્રી ભુપતભાઇ જારીયા, ભાવેશભાઈ કંજારીયા સહિતના અગ્રણીઓ તેમજ વસંત વિહાર ફાર્મહાઉસમાં જગતગુરુ શંકરાચાર્યઍ જ્યાં ઉતારો કર્યો હતો તે ફાર્મહાઉસના માલીક અને જયદીપ ગ્રુપ ઓફ કંપનીઝ ના દિલુભા જાડેજા, જયુભા જાડેજા સહીત અનેક સામાજીક અગ્રણીઓ ઉપસ્થિત રહ્ના હતા અને જગદ ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જે. પી. જેસવાણી, શાસ્ત્રી હસુભાઈ પંડ્યા તેમજ ભાવેશ કંજારીયાઍ સંભાળ્યુ હતુ. (૩પ.૧૭)
(2:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
