<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

ધ્રોલના રોઝીયામાં૧૦ લાખના ખર્ચે ભરવાડ જ્ઞાતિની સમાજવાડી બનશેઃ મેઘજીભાઈ ચાવડા, લખધીરસિંહ જાડેજા ના હસ્‍તે ખાતમુહૂર્ત

 

ધ્રોલઃ તાલુકાના રોજીયા ગામે ધારાસભ્‍ય મેઘજીભાઈ ચાવડા અને જીલ્લા પંચાયત સદસ્‍ય લખધીરસિંહ જાડેજાના વરદ્‌ હસ્‍તે સમાજવાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું, જીલ્લા પંચાયત સામાજીક ન્‍યાય અને અધિકારીતા વિભાગના ચેરર્પસન ગોમતી ચાવડાની સમાજ કલ્‍યાણ વિભાગની ડો. આંબેડકર કોમ્‍યુનિટી હોલની ૫ લાખની ગ્રાન્‍ટ અને જીલ્લા પંચાયત સદસ્‍ય લખધીરસિંહ જાડેજાની  ૫ લાખની ગ્રાન્‍ટ મળીને ૧૦ લાખના ખર્ચે રોઝીયામા ભરવાડ જ્ઞાતિની સમાજવાડી બનશે, આ શુભ અવસરે ધ્રોલ તાલુકા ભાજપ પ્રમુખ પ્રદિપસિંહ જાડેજા, ધ્રોલ તાલુકા પંચાયત ઉપપ્રમુખના પતિ બ્રિજરાજસિહ જાડેજા, ભરવાડ સમાજના આગેવાન રુડાભાઈ ભરવાડ ઉપસ્‍થિત રહ્યા હતા અને  રોઝીયા ગામના ભરવાડ સમાજના આગેવાનોને સમાજવાડી સુવિધા મળતા જીલ્લા પંચાયત સામાજીક ન્‍યાય અને અધિકારીતા વિભાગના ચેરર્પસન ગોમતી ચાવડા અને જીલ્લા પંચાયત સદસ્‍ય લખધીરસિંહ જાડેજાનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.(તસ્‍વીર- અહવાલઃ સંજય ડાંગર ધ્રોલ)

(1:17 PM IST)