<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

જામનગર જિલ્લામાં NEET (UG)ની પરીક્ષા પૂર્ણ

કુલ ૧૯૦૪ વિદ્યાર્થીઓ પૈકી ૩૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા

જામનગર, તા. પ : જીલ્લામાં વિવિધ ૫ કેન્‍દ્રો ખાતે યોજવામાં આવેલ NEET(UG)-૨૦૨૫ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઇ છે. કુલ ૧૯૦૪ વિદ્યાર્થીઓ પૈકી ૩૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અને ૧૮૭૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ અને તણાવમુક્‍ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે યોગ્‍ય તમામ વ્‍યવસ્‍થાઓનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

ઉનાળા દરમિયાન NEETની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને મુશ્‍કેલી ન પડે તે માટે જીલ્લા કલેકટરશ્રી કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ એસ.ટી. વિભાગ જામનગર દ્વારા પરીક્ષા કેન્‍દ્ર અલિયાબાડા તથા વાલસુરા માટે વિશેષ બસોની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. એસ.ટી. ડેપો જામનગર ખાતેથી સવારે ૧૦ કલાકે બસ ઉપડી હતી તથા પરિક્ષા પૂર્ણ થયે પરિક્ષાર્થીઓને જામનગર પરત લાવવામાં આવ્‍યા હતા.

ખંભાળિયાથી જવાહર નવોદય વિદ્યાલય અલીયાબાડા ખાતે NEET (UG)-૨૦૨૫ની પરીક્ષા આપવા પહોચેલી વિદ્યાર્થીની કછટીયા મીરાં જણાવે છે કે તેઓ ખંભાળિયાથી બસ મારફતે જામનગર પહોચ્‍યા હતા. અને ત્‍યાંથી એસ.ટી. વિભાગ દ્વારા પરીક્ષા સ્‍થળ સુધી બસની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી. એ બસની સુવિધાથી હું સમયસર સલામત રીતે પરીક્ષા સ્‍થળે પહોચી ગઈ હતી.અને સમય બચ્‍યો હતો. પરીક્ષા આપ્‍યા બાદ પણ જામનગર પરત પહોચાડવા બદલ હું જામનગર જીલ્લા વહીવટી તંત્રનો આભાર વ્‍યક્‍ત કરું છું

(1:18 PM IST)