News of Monday, 5th May 2025
લાઠીના સરકારી પીપળવા ગામે એઠવાડ ફેંકવા અને યુવતી સાથે આડા સંબંધ બાબતે બે જૂથમાં સશસ્ત્ર ધીંગાણું ખેલાતા ૧૧ને ઇજા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૫: લાઠીના સરકારી પીપળવા ગામે એઠવાડ ફેકવા બાબતે તથા યુવતી સાથે આડા સંબંધ પ્રશ્ને બે જૂથ વચ્ચે સામસામે ઘાતક હથિયારો વડે ધીંગાણું ખેલાતા ત્રણને ગંભીર ઇજા સહિત અગિયાર નાની મોટી ઇજા સાથે દવાખાને ખસેડાયા હતા.
વિગતો એવા ઙ્કકારની છે કે લાઠીના સરકારી પીપળવા ગામે રહેતા કંચનબેન નામની મહિલા એઠવાડો નાખવા બજારમાં જતા એ જ ગામના વિશાલ ભરત ચૌહાણ, કિશન ઘનશ્યામ ચૌહાણ ગાળો આપતા આ મુદ્દે કંચનબેન તથા સાહેદ હસુભાઈ ઠપકો આપવા જતા વિશાલ ભરત ચૌહાણ, કિશન ઘનશ્યામ ચૌહાણ, સંદીપ ભરત ચૌહાણ, શૈલેષ નરસિંહ ચૌહાણ, ઋત્વિક અશોક ચૌહાણ, અશોક ગોરધન ચૌહાણ, મુકેશ છગન ચૌહાણ, નિલેશ અલ્પેશ ચૌહાણ, મહેશ નરસિંહ ચૌહાણ, પારિકા મુકેશ ચૌહાણ નામના શખશોએ એક સંપ થઈ ઘાતક ભયંકર હથિયારો ધારણ કરી જીવલેણ હુમલો કરી વિશાલભાઈને માથામાં તથા જમણી બાજુ ખંભા ઉપર તથા સાહેબ હિંમતભાઈને માથાના ભાગે ગંભીર હુમલો કરી હેમરેજ કરી તથા તુષારભાઈને માથામાં ત્રણ ટાકા ભીમજીભાઇને માથાના ભાગે તથા હસુભાઈને કોઈ આરોપીએ હથિયાર વડે માથાના ભાગે અને સાહેદ કંચનબેન તથા પારુલબેન નામની મહિલાને નાક ઉપર માર મારી માથાના ભાગે ઇજા કરી ઘાતક હથિયાર વડે ઇજા કર્યાની જ્યારે સામે પક્ષેથી વિશાલ ભરતભાઈ ચૌહાણના કોટોમિક ભાઈ કિશન ઘનશ્યામભાઈ ચૌહાણની બહેન વૈશાલી સાથે પ્રેમ સંબંધો હોય જે બાબતનું મનદુઃખ ચાલતું હોય શેરીમાં ચાલીને જતા વખતેઅલ્પેશ હિંમત રાઠોડ, અલ્પેશ રમેશ ગોહિલ, વનરાજ રમેશ ગોહિલ, સાગર વિનુ રાઠોડ, કિશોર વજુ ધનવાણી, ભાઈ સુખ ભીમજી ગોહિલ, શૈલેષ ભરત રાઠોડ, તુષાર ભરત રાઠોડ, હસવું મૂળજી ગોહિલ, હેમત જીવરાજ રાઠોડ, ગેમજી મનુરાઠોડ કંચન બોલા ચાલી થયેલી હોય જે બાબતનો મન દુઃખ રાખી ઘાતક હથિયારો ધારણ કરી વિશાલ ભાઈ ને માથામાં વાઈફ પડે માર મારી જીવલેણ હુમલો અને વચ્ચે પડેલ સારિકાબેન ને માથામાં માર મારી પાંચ ટાંકા લાવી ગુનો કર્યાની સામસામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
અમરેલીમાં આશાસ્પદ યુવતીએ ફિનાઈલ પી લીધું
અમરેલીમાં મોહનનગરમાં રહેતા હેન્શીબેન રાજેશભાઈ કેશવભાઈ ભરખડા બીએસસી નર્સિંગ કોર્સ કરેલો હોય માથામાં વાહન અકસ્માતથી ઈજા થયેલ ત્યારબાદ ફિઝીયોથેરાપીના ચાર વર્ષ પૂર્ણ કરેલ હોય અલગ અલગ પરીક્ષાઓ આપવા છતાં કયાંય નિમણૂક ન થતા મનમાં લાગે આવતા પોતાના ઘરના બાથરૂમમાં પડેલ ફિનાઈલની બોટલ માંથી એક ઘૂંટડો પી લઈ સારવાર અર્થે અમરેલી હોસ્પિટલમાં ખસેડાયાનું પોલીસમાં જાહેર થવા પામ્યો હતો.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
