તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Monday, 5th May 2025
ધો.૧૨ સાયન્સમાં સતત ત્રીજા વર્ષે મોરબી જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમઃ ૯૨.૯૧ ટકા પરિણામ
મોરબી જિલ્લાનું સામાન્ય પ્રવાહમાં ૯૫.૪૦ ટકા પરિણામઃ રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહનું ૮૩.૫૧ ટકા અને સામાન્ય પ્રવાહનું ૯૩.૦૭ ટકા પરિણામ જાહેર

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૫: ધો.૧૨ અને ગુજકેટનું પરિણામ જાહેર થઈ ગયું છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૩.૫૧ ટકા અને સામાન્ય પ્રવાહનું ૯૩.૦૭ ટકા પરિણામ જાહેર થયુ છે. વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતા ૧.૦ ટકા વધુ જ્યારે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતા ૧.૧૪ ટકા પરિણામ વધુ જાહેર થયું છે. બીજી તરફ મોરબી જિલ્લો સાયન્સમાં ૯૨.૯૧ ટકા પરિણામ સાથે સતત ત્રીજા વર્ષે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે આવ્યો છે. જ્યારે સામાન્ય પ્રવાહમાં મોરબી જિલ્લાનું પરિણામ ૯૫.૪૦ ટકા આવ્યું છે.
આ વર્ષે સામાન્ય પ્રવાહના કુલ ૪,૨૩,૯૦૯ અને સાયન્સમાં ૧,૧૧,૩૮૪ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા, ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, ગુજકેટનું-૨૦૨૫ અને સંસ્કળત માધ્યમનું પરિણામ જાહેર થઈ ગયું છે. વ્હોટ્સએપ નં. ૬૩૫૭૩ ૦૦૯૭૧ પર સીટ નંબર મોકલતા પરિણામ મળશે. સાથે જ શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પરથી પણ પરિણામ જાણી શકાશે.
વિદ્યાર્થીઓની માર્કશીટ, પ્રમાણપત્ર અને SR શાળામાં મોકલવા અંગેની જાણ પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરાશે તથા માર્કશીટ અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
