News of Monday, 5th May 2025
જામ ખંભાળીયામાં આધાર કાર્ડ સેન્ટર ખાતે 2 જ કીટો કાર્યરત હોવાથી લોકોને ભારે હાલાકી

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૫ :જામ ખંભાળીયામાં આધાર કાર્ડ સેન્ટર ખાતે લોકોની લાઇનો લાગી છે.આધારકાર્ડ સુધારા વધારા કરવા લોકો વહેલી સવારથી સેન્ટર ખાતે ઉમટ્યા હતા.સેન્ટરમાં 2 જ કીટો કાર્યરત હોવાથી લોકોને મુશ્કેલી પડી રહી છે.દરરોજ 50 જેટલા લોકોના આધારકાર્ડ સુધારા વધારાના કામ થઈ રહ્યા છે.સેન્ટર ખાતે બે જ કીટો કાર્યરત હોવાથી લોકોને ભારે હાલાકી પડી રહી છે.
(2:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
