<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

સુરેન્દ્રનગર જીલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું અને જીલ્લાના અમુક તાલુકાઓમાં ધીમીધારેથી લઈ કમોસમી વરસાદ પડતા ગરમીથી રાહત પરંતુ અગરિયાઓ અને ખેડુતોને નુકસાનીની ભીતી

દસાડા તાલુકાના જૈનાબાદ, ઝીંઝુવાડા, ધામા, ચીકાસર, નગવાડા, સુરેલ, વિસાવડી રસુલાબાદ, હેમતગઢ, મુવાડા સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડયા

સુરેન્દ્રનગર તા.૫ :  સુરેન્દ્રનગર જીલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું અને જીલ્લાના અમુક તાલુકાઓમાં ધીમીધારેથી લઈ કમોસમી વરસાદ નોંધાતા એકંદરે લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. પરંતુ વરસાદને પગલે અગરિયાઓ અને ખેડુતોને નુકસાની જવાની ભીતી પણ સેવાઈ રહી છે.

મહત્ત્વનું છે કે, ગઈકાલે વાદળછાયા વાતાવરણ વચ્ચે લીંબડી, લખતર અને દસાડા તાલુકામાં કમૌસમી વરસાદી ઝાંપટા નોંધાયા હતા. દસાડા તાલુકાના જૈનાબાદ, ઝીંઝુવાડા, ધામા, ચીકાસર, નગવાડા, સુરેલ, વિસાવડી રસુલાબાદ, હેમતગઢ, મુવાડા સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડતા અગરીયાઓના મીઠાના અગર તેમજ ખેડુતોએ મહામહેનતે કરેલ અજમો, ઉનાળુ તલ સહિતના પાકને મોટાપાયે નુકસાની થવાની શક્યતા છે.

આ ઉપરાંત લખતર તાલુકાના, વડેખણ, માલીકા, ડેરવાળા, તલસાણા, સાંકળ સહિતના ગામોમાં પણ કમૌસમી વરસાદ પડ્યો હતો. તેમજ લીંબડી તાલુકાના નાની કઠેચી, મોટી કઠેચી, ગડથલ સહિતના ગામોમાં કમૌસમી વરસાદ ખાબક્યો। હતો.

(4:37 PM IST)