News of Monday, 5th May 2025
કચ્છના રાપર પંથકમાં કમોસમી વરસાદનું જોર : ગાજવીજ અને કરા સાથે જાટાવાડા, બાલાસર સહિતના ગામોમાં પાણી ભરાયા : જુઓ વિડીયો
હવામાન વિભાગની આગાહી વચ્ચે વાગડ વિસ્તારમાં બપોર બાદ અચાનક વાતાવરણ પલટાયું : ઠંડક પ્રસરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, કચ્છ અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની અસર જોવા મળી રહી છે. આજે બપોર બાદ કચ્છના વાગડ વિસ્તારમાં આવેલા રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. રાપર તાલુકાના જાટાવાડા, બાલાસર, ધબડા અને આણંદપર સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો અને કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા.
જાટાવાડાના હકુભા રાજુભા જાડેજાએ જણાવ્યું હતું કે તેમના ગામમાં ગાજવીજ સાથે કરાનો વરસાદ થયો હતો. આણંદપર ગામમાં પણ જોરદાર વરસાદ નોંધાયો હતો અને કરા પડ્યા હતા, એમ આણંદપરના પ્રતાપભાઈ ઠાકોરે માહિતી આપી હતી. ધબડા અને બાલાસર ગામમાં પણ ગાજવીજ સાથે કરા અને વરસાદ વરસ્યો હતો, એમ એડવોકેટ વિનોદભાઈ ઠાકોરે જણાવ્યું હતું. કમોસમી વરસાદ અને કરાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(6:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
