તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 5th May 2025
ભાવનગરમાં વાઝડી સાથે વરસાદ: કરા સાથે ધોધમાર વરસાદ:વીજળી પડી: અનેક વૃક્ષો પડ્યા , હોર્ડિંગ્સ છાપરા ઊડીયા, લગ્ન મંડપો પડી ગયા
વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો :અચાનક વરસાદ શરૂ થતા રસ્તા પરના રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર: ગોહિલવાડ પંથકમાં આજે બપોરે વાતાવરણમાં પલટો આવ્યા બાદ સાંજે તોફાની પવન સાથે વરસાદ શરૂ થયો હતો. શહેર અને ગ્રામ્ય વંથકમાં કરા પણ પડ્યા હતા. ડીએસપી કચેરી ખાતે વૃક્ષો ધરાશાય થયા હતા. શહેરમાં હોડીંગ્સ, છાપરા ઉડ્યા હતા. કુંભારવાડા માં વીજળી પડી હતી. વરસાદ સાથે જ અનેક વિસ્તારોમાં લાઈટ ગુલ થઈ ગઈ હતી.
ભાવનગર શહેર અને જિલ્લામાં ભર ઉનાળે વરસાદ પડ્યો છે. આગાહી મુજબ જ આજે બપોરે ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાંજે 5 વાગે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. અચાનક વરસાદ શરૂ થતા રસ્તા પરના રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. શહેરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સાથે જ લાઈટ ગુલ થઈ ગઈ હતી. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અનેક વિસ્તારોમાં ગટર કામનું ખોદકામ ચાલુ હોય વરસાદને કારણે લોકોને ભારે હાલાકી ભોગવી પડી હતી.
ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં ડીએસપી કચેરી ખાતે વરસાદ દરમિયાન બે વૃક્ષો ધરાશય થયા હતા. ભારે પવનને કારણે શહેરમાં અનેક જગ્યાએ હોર્ડિંગ્સ ઉડ્યા હતા. ભાવનગરના ભાલપંથકમાં ભારે વરસાદ સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું. ચોગઠ કામે વરસાદના કરા પડ્યા હતા. ભાવનગર શહેરમાં પણ કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા હતા. શહેરમાં અચાનક વરસાદી માહોલ ઉભો થતા લગ્ન પ્રસંગ ના આયોજકો માં ચિંતા ની લાગણી ફેલાઈ હતી.
ભાવનગર શહેરના નારી રોડ પર ગઈકાલે યોજાયેલા સમૂહ લગ્ન ના મંડપ તૂટી પડ્યા હતા. આજે પણ જેના ખુલ્લા પાર્ટી પ્લોટ માં લગ્ન યોજાયા હતા .તેઓ એ ભારે હાલાકી ભોગવવી પડી હતી.
શહેરમાં હોડિંગ્સ અને છાપરાઓ ઉડ્યા હતા.
મકાન પર વીજળી પડી
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં અમર સોસાયટીમાં મકાન પર વીજળી પડી હતી. શહેરમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો.વીજળી પડતા મકાનની દીવાલનો થોડોક ભાગ ધરાશાઈ થયો હતો. વાયરીંગ ઇલેક્ટ્રોનિક્સ સામાનને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું તેમજ બાજુમાં રહેલા હીરાના કારખાનામાં પણ વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.
50 કિમી ની ઝડપે પવન ફૂંકાયો હતો
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
