<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

ભાવનગર અને શિહોરમાં દોઢ ઇંચ વરસાદ :બપોર સુધી ગરમી અને સાંજે વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી

ભાવનગર શહેરમાં 37 મી.મી., ઉમરાળામાં 3 મી.મી., વલભીપુર માં 5 મી.મી.અને શિહોરમાં 37 મી.મી. વરસાદ નોંધાયો

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર :ભાવનગરમાં આજે સાંજે તોફાની પવન સાથે દોઢ ઇંચ વરસાદ પડી ગયો હતો અને શિહોરમાં પણ વાઝડી સાથે દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. વલભીપુર અને ઉમરાળામાં પણ સાંજે વરસાદ પડ્યો હતો. 
ગોહિલ વાડ પંથકમાં આજે સાંજે તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ભાવનગર શહેર અને શિહોરમાં હાજરી સાથે દોઢ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. 
ભાવનગર શહેરમાં 37 મી.મી., ઉમરાળામાં 3 મી.મી., વલભીપુર માં 5 મી.મી.અને શિહોરમાં 37 મી.મી. વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં બપોર સુધી ગરમી બાદ  સાંજે વરસાદ પડ્યા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. ભાવનગરમાં વરસાદ સાથે 50 કી.મી. ની ઝડપે પવન ફૂંકાયો હતો.

(8:40 PM IST)