News of Monday, 5th May 2025
વેરાવળમાં હૃદયદ્રાવક ઘટના:ધો- 12 સાયન્સની પરીક્ષામાં નાપાસ થતા વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યુ
શ્રેયા નામની 17 વર્ષની વિદ્યાર્થિની પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ધોરણ 12 સાયન્સની પરીક્ષામાં નાપાસ થતા શ્રેયા નામની 17 વર્ષની વિદ્યાર્થિની પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર શ્રેયા ઝાએ તાજેતરમાં જ લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપી હતી. જ્યારે પરિણામ જાહેર થયું અને તેમને નાપાસ થયાની જાણ થઈ હતી ત્યારે તે ખૂબ જ હતાશ થઈ ગઈ હતી.
આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે પરિવારના સભ્યોએ શ્રેયાને તેમના રૂમમાં લટકતી હાલતમાં જોઈ. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
