News of Monday, 5th May 2025
કોટડા સાંગાણીના માજી સરપંચ સ્વર્ગસ્થ પોપટભાઈ સોરઠીયાના પ્રપૌત્ર રુચિતે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૯.૯૩ પર્સનટાઈલ સાથે એ-વન ગ્રેડ પ્રાપ્ત કર્યો

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :કોટડાસાંગાણી સોરઠીયા પરિવારનુ ગૌરવ રુચિત જગદીશભાઈ સોરઠીયાએ ધોરણ -12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 99-93 પસૅનટાઈલ સાથે A-1 ગેડ પ્રાપ્ત કર્યો છે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી 2025મા લેવાયેલ ધોરણ -12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજરોજ જાહેર થયું છે. જેમાં કોટડાસાંગાણીના માજી સરપંચ સ્વ. પોપટભાઈ જસમતભાઈ સોરઠીયાના પ્રપૌત્ર રુચિત જગદીશભાઈ સોરઠીયાએ 99.93 પસૅનટાઈલ સાથે A-1 ગેડ પ્રાપ્ત કરીને સોરઠીયા પરિવાર નુ ગૌરવ વધારેલ છે.રુચિતે
એકાઉન્ટ વિષય માં 100 માંથી 100 ગુણ મેળવી સખત મહેનત દ્વારા ઝળહળતી સિધ્ધિ હાંસલ કરી છે .જે બદલ સોરઠીયા પરિવાર ના સવૅ તથા રુચિતના મિત્રો દ્વાર અભિનંદન પાઠવી ને રુચિત જગદીશભાઈ સોરઠીયા
ભવિષ્યમાં વધુ ને વધુ પ્રગતિ કરે એવી સવૅ તરફ શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.
(9:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
