<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th May 2025

વિસાવદર બ્લોચ મકરાણી સમાજનુ ગૌરવ : મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરિક્ષામાં કુ.મુસ્કાન બ્લોચ ઉતિર્ણ : સાર્વત્રિક અભિનંદન વર્ષા

વિસાવદર : મુખ્યમંત્રીશ્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરિક્ષામાં ઉતિર્ણ થઈ કુ. મુસ્કાન બ્લોચે વિસાવદર બ્લોચ-મકરાણી સમાજનુ ગૌરવ વધારેલ છે.
રાજ્ય પરીક્ષા બોર્ડ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા ૧૨-એપ્રિલ ૨૦૨૫ના રોજ લેવાયેલ મુખ્યખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ સ્કીમ-૨૦૨૫-૨૦૨૬ પરીક્ષામાં મુસ્કાન હમીદભાઈ બ્લોચ ઉતિર્ણ થઈ હનુમાનપરા પ્રાથમિક શાળા તથા બ્લોચ-મકરાણી સમાજ વિસાવદરનુ ગૌરવ વધારેલ છે. વિસાવદરની હનુમાનપરા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની કુ. મુસ્કાન બ્લોચની મેરીટમાં પસંદ થતા શાળા પરિવારે ગૌરવ વ્યક્ત કરી વિદ્યાર્થીનીને અભિનંદન આપેલ છે.


 

(9:29 PM IST)