News of Tuesday, 6th May 2025
લીંબડીના ચુડા પંથકમાં ભારે પવનો ફુંકાયો :કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ :વીજ પુરવઠો ખોરવાયો
સુરેન્દ્રનગરમાં ભારે પવનની ડમરીઓ ઉડી : શહેરના જીનતાન રોડ પર પતરાનો શેડ વાગતા એક રાહદારી ઇજાગ્રસ્ત

સાયલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કરાનો વરસાદ વરસ્યો છે.
સુરેન્દ્રનગરમાં ભારે પવનની ડમરીઓ ઉડી હતી. શહેરના જીનતાન રોડ પર પતરાનો શેડ વાગતા એક રાહદારી ઇજાગ્રસ્ત થયો છે. સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્તને ગાંધી હોસ્પિટલે લઈ જઈ સારવાર અપાવી હતી.
લીંબડીના ચુડા પંથકમાં પણ ભારે પવનો ફુંકાયો હતો અને કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. અમૂક વિસ્તારોમાં વીજ વાયરો તૂટી જતા વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજ પુરવઠો બંધ થતા નાગરિકો ગરમીમાં પરેશાન થયા હતા.
(12:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
