News of Tuesday, 6th May 2025
સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પલટો :ચોટીલા અને સાયલા પંથકમાં પવન સાથે ગાજવીજ વરસાદ
ચોટીલા ડુંગર ઉપર કરા સાથેના વરસાદ ખાબકતા નયનરમ્ય દ્રશ્યો: વાતાવરણ ખુશનુમા બની ગયું

સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. ચોટીલા અને સાયલામાં વરસાદ વરસ્યો છે.
સાયલા અને ચોટીલા તાલુકામાં હવામાન વિભાગની આગાહીને પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાયલા તાલુકામાં શિરવાણીયા, નોલી, સાગોઇ,ખીટલા, વાંટાવછ સહિતના આસપાસના ગામોમાં કરા સાથે ધોધમાર કમોસમી વરસાદ ખાબક્યો છે. જ્યારે ચોટીલાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પણ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. ચોટીલા ડુંગર ઉપર કરા સાથેના વરસાદ ખાબકતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. વાતાવરણ ખુશનુમા બની ગયું હતું.
(12:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
