<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

ગોંડલ શ્રી અક્ષર મંદિરના ૯૧માં પાટોત્‍સવ નિમિત્તે ગોંડલનાં રાજમાર્ગો પર ભવ્‍ય મહાકળશ યાત્રા યોજાઇ

સંતો-મહંતો તેમજ પૂર્વ સાંસદ માનનીય શ્રી રમેશભાઈ ધડુક, નગર પાલિકાના પ્રમુખ તેમજ નગરપતિ સહિત અનેક આગેવાનો - શ્રેષ્‍ઠીઓ દ્વારા ઠાકોરજીનું પૂજન

(અશોક જોશી દ્વારા) ગોંડલ, તા.૬: ગોંડલના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી અક્ષર મંદિરનાં ૯૧માં પાટોત્‍સવ પ્રસંગે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. તાઃ પ/૫/૨૦૨૫, સોમવારના રોજ ભવ્‍ય મહાકળશયાત્રાએ  ગોંડલના રાજમાર્ગ પર અનેરું આકર્ષણ જમાવ્‍યું હતું. આ કળશ યાત્રાનો શુભારંભ કૈલાસબાગ ખાતે શ્રી ભક્‍તિ હોસ્‍પિટલથી કરવામાં આવ્‍યો હતો. આ તકે અક્ષરમંદિરનાં પૂજ્‍ય સંતો-મહંતો સહિત પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક તેમજ અનેક આગેવાનો - શ્રેષ્ઠીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. ગોંડલ નગરપાલિકાના પ્રમુખ શ્રી અશ્‍વિનભાઈ રૈયાણી, કારોબારી ચેરમેન શ્રી ક્રિપાલસિંહ જાડેજા, નગરપતિ શ્રી ચંદુભાઈ ડાભી, શ્રી કૌશિકભાઈ પડારીયા તેમજ શ્રી હર્ષદભાઈ વાઘેલા પણ હાજર હતા. ઠાકોરજીના પૂજન દ્વારા આ કળશ યાત્રાનો શુભારંભ સંતો તથા ઉપસ્‍થિત મહાનુભાવોએ કરાવ્‍યો હતો. આ કળશયાત્રામાં સુશોભિત કલાત્‍મક રથ દ્વારા સદાચારી જીવન તેમજ નૈતિક મૂલ્‍યોને દ્રઢ કરવાનો સંદેશ આપવામાં આવ્‍યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, મહાકળશ યાત્રામાં જુદા જુદા ફ્‌લોટ્‍સ જેવા કે મયુરરથમાં શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજ તથા શ્રી સીતારામ ભગવાન, શાંતિપાઠ કરતા બાળકો, નળત્‍ય કરતા યુવકો, અક્ષરબેન્‍ડ, ભજન મંડળી રથ વગેરેએ અનેરું આકર્ષણ જમાવ્‍યું હતું. બુલેટ પર સાફાધારી યુવાનો હાથમાં ધજા લઇ અને કળશયાત્રામાં આગળનાં ભાગમાં ચાલતા હતા. જમ્‍મુ કાશ્‍મીરના પહેલગામનાં હુમલામાં ભોગ બનેલા મળતકોના આત્‍માને શાંતિ મળે તે માટે વિશેષ પહેલગામ શ્રધ્‍ધાંજલિ રથમાં શાંતિપાઠ દ્વારા દિવંગતોની મુક્‍તિ માટેની પ્રાર્થના કરવામાં આવતી હતી. મહિલા વિભાગમાં પણ કળશધારી મહિલાઓ, જવારા લઈને ચાલતા મહિલાઓ, પોથી લઈને ચાલતા મહિલાઓ, ભજન મંડળી તેમજ સ્‍કુટર પર સાફાધારી યુવતીઓનો પણ સમાવેશ થાય છે. આ કળશ યાત્રામાં ૪૦થી વધારે શણગારેલી ગાડી એક અનેરું આકર્ષણ જમાવતી હતી. બરાબર રાત્રે ૮:૦૦ કલાકે મહાકળશયાત્રા શ્રી અક્ષર મંદિર ખાતે વિરામ પામી ત્‍યારે ઉપસ્‍થિત સંતો- મહાનુભાવોએ સમૂહ આરતીના અર્ઘ્‍ય દ્વારા કળશ યાત્રાને વધાવી હતી. તે વખતે ભવ્‍ય આતશબાજીથી આકાશ ઝળહળી રહ્યું હતું. અંતે, કળશ યાત્રામા જોડાનાર સૌ માટે મહાપ્રસાદની વ્‍યવસ્‍થા રાખવામાં આવેલ હતી.

(11:57 AM IST)