<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

કચ્‍છના દરિયામાં ડ્રગ્‍સની ભરતીઃ વધુ ૩ સાથે ૧૦ દિ'માં ૩૪ પેકેટ મળ્‍યા

ગુજરાતની વાટે દેશમાં ડ્રગ્‍સ સપ્‍લાય કરવાનું નાપાક ષડયંત્ર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૬: દેશના યુવાધનને નશાના રવાડે ચડાવી બરબાદ કરવાનું કાવતરું ચાલી રહ્યું હોય એમ સતત મોટી માત્રામાં ડ્રગ્‍સ ઝડપાતું રહે છે. જોકે, ચિંતાજનક વાત એ છે કે, ગુજરાતના દરિયાઈ માર્ગે ડ્રગ્‍સ સપ્‍લાય કરવાનો રૂટ ડ્રગ્‍સ માફિયાઓએ અપનાવ્‍યો હોય એમ સતત દરિયામાંથી ડ્રગ્‍સ ઝડપાતું રહે છે. વાયા કચ્‍છ અને સૌરાષ્‍ટ્રનો દરિયો ડ્રગ્‍સ નું ટ્રાન્‍ઝિસ્‍ટ પોઈન્‍ટ છે. કચ્‍છના જખૌમાં ફરી ચરસના ૩ બિનવારસુ પેકેટ મળી આવ્‍યા છે. છેલ્લા ૧૦ દિવસમાં મળેલા પેકેટ સાથે જાણે ડ્રગ્‍સની ભરતી જેવો તાલ સર્જાયો છે. એક પખવાડિયા પૂર્વે સૌરાષ્‍ટ્રના દરિયામાંથી એટીએસ અને કોસ્‍ટગાર્ડે મોટું ડ્રગ્‍સ કન્‍સાઈન્‍ટમેન્‍ટ ઝડપી પાડ્‍યું હતું.(૨૩.૩)

(10:03 AM IST)