News of Tuesday, 6th May 2025
ભારે પવન-આંધી...ગાજવીજે લોકોને ડરાવ્યાઃ ભર ઉનાળે ચોમાસુ
સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગોરંભાયેલુ વાતાવરણઃ ગરમીમાં સામાન્ય રાહત :શિહોર દોઢ, ભાવનગર, દસાડા, ચોટીલામાં ૧, મુળી, રાણપુર, હળવદ, લખતરમાં પોણો ઇંચઃ ખંભાળીયા, બરવાળા, બોટાદમાં અડધો ઇંચ વરસ્યો

રાજકોટ તા. ૬ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલ બપોરથી હવામાનમાં પલ્ટો આવ્યો છે. અને ભારે પવન-આંધી ગાજવીજ સાથે ભર ઉનાળે ચોમાસાનો માહોલ-સર્જાતા લોકોમાં ભય ફેલાયો છે.
જેમાં ભાવનગરના શિહોરમાં દોઢ, ભાવનગર, દસાડા, ચોટીલામાં ૧ ઇંચ, મુળી, રાણપુર, હળવદ, લખતરમાં પોણો ઇંચ વરસાદ પડયો છે.
જયારે ખંભાળીયા, ધ્રાંગધ્રા, બોટાદ, બરવાળા, ચુડામાં અડધો ઇંચ, વરસાદ પડયો છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :.. ભાવનગરમાં ગઈકાલે સાંજે તોફાની પવન સાથે સવા ઇંચ વરસાદ પડી ગયો હતો અને શિહોરમાં દોઢ ઇંચ થી વધુ વરસાદ પડ્યો છે. વલભીપુર અને ઉમરાળામાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.
ગોહિલ વાડ પંથકમાં ગઇકાલે સાંજે તોફાની પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ભાવનગર શહેર મા સવા ઇંચ
અને શિહોરમાં દોઢ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
ભાવનગર શહેરમાં ૨૭ મી.મી., ઉમરાળામાં ૩ મી.મી., વલભીપુર માં ૫ મી.મી.અને શિહોરમાં ૩૭ મી.મી. વરસાદ નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં બપોર સુધી ગરમી બાદ સાંજે વરસાદ પડ્યા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ :.. જુનાગઢ સહિત સોરઠમાં વરસાદી માહોલને લઈ તાપમાનમાં ઘટાડો થતાં લોકોને ગરમીથી રાહત મળી છે. પરંતુ બફારો વધતા હેરાન પરેશાન થઈ ગયા હતા.
સોમવારથી વરસાદની આગાહી હોતી તાપમાનમાં ક્રમશઃ ઘટાડો થઈ રહ્યો છે. સોમવારની રાત્રિના જૂનાગઢનું તાપમાન ૨૮.૬ ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે પણ લઘુતમ તાપમાન ઘટીને ૨૩.૯ ડીગ્રી નોંધાયું હતું.
પરંતુ સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધીને ૮૦ ટકા થઈ જતા બફારોનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. બીજી તરફ પવનની પ્રતિ કલાકની ઝડપ વધીને ૧૧ કિલોમીટરની થઈ ગઈ હતી.
આજે પણ સતત બીજા દિવસે જુનાગઢ સહિત સોરઠમાં મેઘાવી માહોલ પ્રવતે છે. ગમે ત્યારે વરસાદ થાય એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
વિંછીયા
(પિન્ટુ શાહ દ્વારા) વિંછીયા :..
વિંછીયા માં ગઇ કાલ બપોર ના તોફાની પવન અને વાવાઝોડું સાથે મોટા મોટા કરા સાથે વરસાદ વરસી ગયો હતો.તેમજ મોડી રાત્રી ના ૧૨ વાગે પણ ૨૦ મિનિટ સુધી ધોધમાર વરસાદ વરસી જતાં ચોમાસા જેવો માહોલ જામ્યો હતો.
ઙ્કથમ કમોસમી વરસાદ માં જ વારંવાર વીજળી ગુલ થઇ જતા લોકો ભારે મુશ્કેલી અનુભવી હતી. વિંછીયા તથા આજુબાજુ ના તાલુકાના ગામો માં પણ આ વરસાદ ના વાવડ મળી રહ્યા છે.આ વરસાદ થી સખત ગરમી માં ઠંડક નો અહેસાસ થયો છે..લોકો ને પોતાના પલળી જતા માલ સમાન ઢાંકવા દોડા દોડી થઇ હતી.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ર૩, મહત્તમ તાપમાન ૩૬, ભેજનું પ્રમાણ ૭પ ટકા, પવનની ગતિ ૧૩.૪, કિ. મી. રહી હતી.
ધોરાજી
(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી : ધોરાજીમાં વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદનો પ્રારંભ થયો હતો. વહેલી સવારે ૪ વાગે વિજળીના કડાકા સાથે વરસાદનો પ્રારંભ થયો હતો. અચાનક ભર ઉનાળે વરસાદ આવતા ખેડૂતોમાં પણ ચિંતા ફેલાઇ ગઇ છે. અસહ્ય ભારે બફારા બાદ વરસાદનો પ્રારંભ થતાં આ વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી.
હળવદ
(દીપક જાની દ્વારા) હળવદ : હળવદ શહેર અને ગામડા મા સોમવારે રાત્રે ૧૦-૩૦ વાગ્યા ની આસપાસ ભારે પવન અને વીજળી સાથે માવઠા ની આગાહી મુજબ દોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. કોઈક કોઈક જગ્યા એ પતરા ઉડ્યા અને કોઈક મંડપ પડવા ની ઘટના સામે આવી હતી પરંતુ કોઈ નુકશાન થવા ના સમાચાર નથી. એકાદ કલાક સુધી ચાલેલા આ વરસાદ લગભગ દોઢ ઇંચ જેટલો પડ્યો છે.
રાત્રિના સમયે ભારે કડાકા અને વીજળી થવા ના લીધે લોકો મા ગભરાહટ ફેલાઈ હતી. જ્યારે ખેડૂતો અને મીઠું પકવતા અગરિયા ઓ ચિંતા મા મુકાયા હતા. અગાસી ઉપર સુવા વાળા કેટલાક ના ગોદળા પણ પલાળી જવા પામ્યા હતા.
આટકોટ
(કરશન બામટા દ્વારા) આટકોટ :.. આટકોટ રાત્રે બાર વાગ્યે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા અને ભારે પવન સાથે વિજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો હતો રસ્તા પર પાણી વહી નિકળ્યા હતા વાતાવરણમાં ઠંડક ઙ્કસરી ગઇ હતી ભારે પવન કારણે જ્સદણ ચોકડી એ હોડીગ તુટી ગયું હતું જેનો થાંભલાઓ પણ નિકળી ગયો હતો જોકે કોઈ મોટી જાના નહી થતાં રાહત ફેલાઇ હતી પણ આવાં રોડ પર હોડીગ કયારેય કોઈ નાં મુત્યુ ઈજા નાં ભોગ બનશે આ બાબતે તંત્ર ધ્યાન આપી હટાવી લેવા જોઈએ જેથી કોઈ દુર્ધટના ન બને વાવાઝોડા પવન કારણે કોઈ ભોગ બનશે રાત્રે બે કલાક વિજળી ગુલ થઈ જતાં લોકો હેરાનપરેશાન થયાં હતાં જેમાં ખાસ કરી ને નાનાં બાળકો મોટી ઉંમર નાં વળધ્ધો બીમાર લોકો નૈ રાત્રિના બે કલાક જાગવું પડ્યું હતું પીજીસીએલ ફોન સતતં એગેજ આવતાં હતાં વરસાદ રહ્યા પછી બે કલાકે લાઈટો આવી હતી. આજે જૂનાગઢ, કચ્છ, મોરબી, રાજકોટ સહિતના વિસ્તારોમાં કરા- ગાજવીજ સાથે વરસાદની આગાહી
રાજકોટ તા.૬: હવામાન ખાતાની આગાહી મુજબ સવારે ૧૧ સુધી માં જૂનાગઢ કચ્છ મોરબી રાજકોટ ઉપરાંત નવસારી
તાપી ડાંગ વલસાડ દાદરા અને નગર હવેલી તથા દમણમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે કરા પડવાની શકયતા છે. (૩.૮)
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
