<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં હંગામી કર્મચારી દ્વારા એસઆઈ પર હુમલો કરાતા કર્મચારીઓ પોલીસ સ્ટેશને દોડી ગયા : હોસ્પિટલ કમ્પાઉન્ડમાં હડતાલ સાથે વિરોધ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૬ :જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં હંગામી કર્મચારી દ્વારા એસઆઈ પર હુમલો કરાતા ઊહાપોહ મચી ગયો હતો. આ અંગેની જાણ થતાં જ તમામ કર્મચારીઓ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા અને હોસ્પિટલ કમ્પાઉન્ડમાં પણ હડતાલ વિરોધ નોંધાવ્યો હતો. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(11:26 AM IST)