<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

ગોંડલ તેમજ પંથકમાં કમોસમી વરસાદ : ખેડુતોની ચિંતામાં વધારો

 

(હરેશ ગણોદીયા દ્વારા) ગોંડલ, તા., ૬: રાજ્‍યમાં અસહ્ય ગરમી વચ્‍ચે હવામાન વિભાગની માવઠાની અગાહીને પગલે ગોંડલ શહેર તેમજ પંથકમાં ગઈકાલ બપોરબાદ વાતાવરણમાં પલટો જોવા મળ્‍યો હતો. કમોસમી વરસાદની આગાહી ને પગલે બપોરબાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્‍યું હતું અને પંથકમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. શહેરમાં વરસાદી છાંટા તો પંથકમાં રિબડા, શાપર સહિતના ગામોમાં વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદને પગલે વતારણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

ગોંડલ શહેર તેમજ પંથકમાં મોડીરાત્રીના ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાયો હતો અને કમોસમી વરસાદ શરૂ થયો હતો. ભારે પવન સાથે વરસાદ વરસતા શહેરના અનેક વિસ્‍તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. શહેરમાં અંધારપટ છવાયો હતો. વરસાદ સાથે પવન ફૂંકાતા લોકોને કાળઝાળ ગરમી માંથી આંશિક રાહત મળી હતી.

ગોંડલ શહેર ઉપરાંત રાજ્‍યના અનેક જિલ્લાઓ માવઠાની આગાહીને પગલે કમોસમી વરસાદ શરૂ થયો છે. ત્‍યારે ગોંડલ શહેર તેમજ પંથકના ખેડૂતોમાં કમોસમી વરસાદને પગલે ચિંતામાં વધારો થયો છે.

તલી, મગફળી, ડુંગળી, મગ, અડદ સહિતના ઉનાળા પાકોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. ત્‍યારે ગોંડલ શહેર તેમજ પંથકમાં કમોસમી વરસાદને પગલે જગતનો તાત ચિંતાતુર બન્‍યો છે

(11:46 AM IST)