News of Tuesday, 6th May 2025
પરબધામના પૂ કરસનદાસબાપુ સંપૂર્ણ સ્વસ્થ થઈ જતા હોસ્પિટલમાંથી રજા અપાઈ : હજુ 10 થી 15 દિવસ સંપૂર્ણ આરામની જરૂર : જુઓ વિડિયો
પૂ. કરસનદાસબાપુના હૃદયના ધબકારા બરાબર ચાલે છે જમવાનું પણ લે છે બીપી પણ નોર્મલ છે જેથી તેમને સિનર્જી હોસ્પિટલમાંથી રજા અપાઈ : ડો. જયેશ ડોબરીયા,ડો. શ્રેણિક દોશી

રાજકોટ તા.૬ : જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના "સત દેવીદાસ... અમર દેવીદાસ..."ના જ્યાં નાદ ગુંજે છે તેવા પરબધામના પૂજ્ય કરસનદાસ બાપુને આજે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાંથી સંપૂર્ણ સ્વસ્થ થઈ જતા રજા આપવામાં આવી છે લાખો ભાવિકોમાં રાહતની લાગણી ફેલાઈ છે.
સિનર્જી હોસ્પિટલના ડો. જયેશ ડોબરીયાએ જણાવ્યું હતું કે પૂજ્ય કરસનદાસ બાપુ ના હૃદયના ધબકારા બરાબર ચાલે છે જમવાનું પણ લે છે બીપી પણ નોર્મલ છે જેથી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જોકે હજુ તેમને 10 થી 15 દિવસ સંપૂર્ણ આરામ કરવાની જરૂર છે.
રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ડો. જયેશ ડોબરીયા,ડો. શ્રેણિક દોશી અને તેમને સારવાર આપી હતી.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
