<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th May 2025

મોરબીના સોલંકીનગર ગામે હનુમાનજીના મંદિર ઉપર વીજળી પડી : છત ધરાશાયી

( પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી તા.૬ :
મોરબીના સોલંકીનગર ગામે ગત રાત્રીના હનુમાનજીના મંદિર ઉપર વીજળી પડવાથી છત ધરાશાયી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મંદિરને મોટા પાયે નુકસાની થઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે જાણવા મળ્યા મુજબ ગત રાત્રીના ગામમાં પવન સાથે માવઠું પડ્યું હતું. આ વેળાએ વીજળીના કડાકા-ભડાકા પણ થતા હતા. રાત્રીના 11 વાગ્યાના અરસામાં ગામમાં આવેલા હનુમાનજીના મંદિર ઉપર વીજળી પડી હતી. જેના કારણે મંદિરની છત ધરાશાયી થઈ છે. મૂર્તિ પણ થોડી ખંડિત થઈ છે. આમ મંદિરને મોટાપાયે નુકસાની થઈ છે

(1:08 PM IST)