તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 6th May 2025
જોડીયાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદનું આગમન : હડીયાણામાં ધાર્મિક કાર્યક્રમમાં માવઠાથી વિક્ષેપ : જુઓ વિડિયો
રાત્રિના સમયે જાહેર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી વચ્ચે અચાનક પવન સાથે વરસાદ ત્રાટકતા અફરાતફરીનો માહોલ

જોડીયા, તા. ૬ મે (સંજય ડાંગર): જોડીયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં આજે કમોસમી વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને હડીયાણા ગામમાં રાત્રિના સમયે જ્યારે એક ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો અને જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હતા, ત્યારે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો.
જોરદાર પવન ફૂંકાવા લાગ્યો અને ત્યારબાદ વરસાદનું આગમન થયું હતું. આ અણધાર્યા વરસાદના કારણે કાર્યક્રમમાં વિક્ષેપ સર્જાયો હતો અને હાજર લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
(1:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
