News of Tuesday, 6th May 2025
ધોરાજીના સુપેડી પાસે વિજ ચેકીંગનું વિડીયો-ફોટોગ્રાફી કરતી ટીમને અકસ્માતઃ ૪ ના મોત : ૨ ગંભીર
કાર ડીવાઇડર સાથે અથડાયા બાદ પલ્ટી જતા દુર્ઘટના સર્જાઇ : બે ને જુનાગઢ સારવાર માટે ખસેડાયા

ભારતીય જનતા પાર્ટી જુનાગઢ દ્વારા ૧૯૭૫-૨૦૨૫ સુધી જનસંઘથી ભાજપ સુધીની યાદગીરીની પ્રદર્શની યોજાઈઃ જુનાગઢ, શહેર ભાજપ દ્વારા એક ચિત્ર પ્રદશન રાખવામાં આવ્યું હતું. જેમાં જનસંઘથી ભાજપ સુધીના તમામ ચિત્રો ખુલ્લા મુકવામાં આવ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલીયાએ જણાવ્યું કે જનસંઘના સમયથી લઈ ભાજપ બન્યું, ત્યાર સુધીમાં જેટલા પણ નેતાઓ જુનાગઢ આવ્યા. તેમની યાદગારી ચિત્ર સ્વરૂપે એકઠી કરવામાં આવી છે. જેમાં ૧૫૦ ચિત્રો અને લખાણ તૈયાર કરી કાર્યક્રમમાં દિપકથી કમળ... સુધી...શૂન્યથી શતક... સુધી..સંઘર્ષથી સતા... સુધી... સતાથી સેવા... સુધી... જનસંઘથી ભાજપ-૨૦૨૫... સુધી...ની પ્રદર્શની પાયાના પથ્થર અને પાર્ટીના વરિષ્ઠ આગેવાન શ્રી હેમાબેન આચાર્યના આશીર્વાદથી અને એમ. એન. લાલવાણી હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા ઘારાસભ્ય સંજયભાઈ કોરડીયા પુવૅ ઘારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ પ્રદીપભાઈ ખીમાણી જે કે ચાવડા ડૉ.ચીખલીયા જી.પી.કાઠી નિર્ભયભાઈ પુરોહિત યોગીભાઈ પઢીયાર અશોકભાઈ ભટ્ટ હરેશભાઈ પરસાણા ચંદ્રેશભાઇ હેરમા સ્ટેડીગ કમિટીના ચેરમેન પલવીબેન ઠાકર દંડક કલ્પેશભાઈ અજવાણી કોર્પોરેટર સંજયભાઈ મણવર કિશોરભાઈ અજવાણી કોર્પોરેટર વિમલભાઈ જોશી પ્રવીણભાઈ વાઘેલા પરાગભાઈ રાઠોડ આદ્યશક્તિબેન મજમુદાર ભાવનાબેન વ્યાસ વંદનાબેન દોશી સોનલબેન પનારા ચંદ્રિકાબેન રાખસીયા જાગળતીબેન વાળા ઇલાબેન બાલસ પુનમબેન પરમાર મહિલા મોરચાના પ્રમુખ જ્યોતિબેન વાડોલીયા વોડૅ- પ્રમુખ મહામંત્રી યુવા મોરચાના કાર્યકર્તા વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન અશોકભાઈ ભટ્ટે કર્યું હતું. તેમ મીડિયા વિભાગના સંજય પંડયાની યાદી જણાવે છે.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
