News of Tuesday, 6th May 2025
ખંભાળીયા પાલિકા દ્વારા દબાણ હટાવાયું

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૬ : પાલિકા દ્વારા ટાઉનહોલની ખામનાથ કોલોની બ્રીજ સુધીના રસ્તામાં બન્ને તરફ પાણીના નિકાલ સાથે રસ્તાને પહોળો કરવાની કામગીરી શરૂ થઇ હતી જેમાં ટાઉનહોલથી ડાબી સાઇડમાં ખામનાથ ની પૂજા સુધીની જગ્યાના દબાણો હટાવીને કામગીરી થયા પછી ટાઉનહોલ જમણી બાજુથી કેનેડી બ્રીજ સુધી જતા રસ્તાની સાઇડ પર પણ દબાણો હોય નોટીસો આપ્યા પછી બે દિવસથી જેસીબી મશીનરનો દ્વારા નીયત જગ્યામાં આવેલ મકાનો, દુકાન/ પર બુલડોઝર ચાલુ કરીને રસ્તો ખુલો કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જેથી રસ્તાની બન્ને તરફની કાર્યવાહી પૂર્ણ થઇ જાય.
(2:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
